________________
પ્રકરણ - ૮
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ મૃત્યુ તે શબ્દ સાંભળતાં જ ભય-દુઃખ-શોક અને વિષાદના ભાવોથી જીવ ઘેરાઈ જાય છે. કોઈ વિરલ આત્મા સદાચારી જીવન અને આત્મલક્ષી પુરુષાર્થ વડે મૃત્યુ જેવી અસાધારણ ઘટનાને સહજ બનાવી દે છે. એટલી સહજ કે જાણે પહેરેલું વસ્ત્ર બદલીએ કે પછી હાથમાં દીવો લઈ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા જઈએ. આવો આત્મા સિદ્ધ કરી બતાવે છે કે મરણ એ જીવનનો અંત નથી, એ તો માત્ર એક દેહમાંથી પસાર થઈ જવા જેટલી સાધારણ ઘટના છે. પવિત્ર ને પુણ્યશાળી આત્માઓ માટે મરણ એ શુદ્ધતા પ્રત્યેનો શુભારંભ છે. મરણ દેહનું છે અને એકાગ્ર થયેલ ચેતના શુદ્ધતાના માર્ગે આગળ વધી રહી છે. મુમુક્ષુ આત્મા કાયારૂપી પિંજરાની નહીં પણ અંદર પુરાયેલા હંસની ફિકર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિવાળો જીવ દેહને માત્ર પુદ્ગલદ્રવ્યની પર્યાય અથવા તો આયુષ્ય નામકર્મથી ચાલતા યંત્ર તરીકે જુએ છે, તે બરાબર સમજે છે કે ચાદર જુદી છે ને ઓઢનારો જુદો છે. રખડતા વણઝારાએ તંબુ તાણ્યો છે અને કર્મસત્તા જયારે એને ઉપાડી લેવાનું કહે ત્યારે ખૂબ પ્રેમપૂર્વક એ ભાડૂતી શરીર રૂપ ખોલીને સુપરત કરી દે છે.
પ.પૂ.શ્રી સોભાગભાઈ આવા એક વિરલ આત્મા હતા કે જેમણે પોતાનો જન્મ ધન્ય બનાવ્યો-જીવનને સાર્થક કર્યું અને અંતે મંગળમય મૃત્યુને વર્યા. પરમકૃપાળુદેવ જેવા સત્પષની નિશ્રા પ્રાપ્ત થતાં ભેદજ્ઞાનના પુરુષાર્થ વડે તેઓએ આત્મસાક્ષાત્કાર પામી સમાધિભાવમાં સ્થિર થઈ નશ્વર દેહને ત્યાગી દીધો.
શ્રી સૌભાગ્યભાઈનો દેહવિલય જેઠ વદ દશમ, ૧૯૫૩ના રોજ સાયલા ખાતે થયેલ. આ દેહવિલય પૂર્વે પરમકૃપાળુદેવના અનુગ્રહને કારણે શ્રી સૌભાગ્યભાઈએ દેહથી પર એવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી એટલે કે શરીરનું મૃત્યુ થાય એ પહેલાં જીવન-મુક્ત દશાની સ્થિતિ મેળવી લીધી હતી. જેમ પરીક્ષિત રાજાએ તેમના ગુર શુકદેવજીની આજ્ઞા પ્રમાણે ચાલીને જીવન-મુક્ત દશા પ્રાપ્ત કરી હતી તેવી જ રીતે પ.કૃ.દેવના આ પરમાર્થ સખાએ જીવન-મુક્ત દશા પ્રાપ્ત કરી હતી.
સંવત ૧૯૫રના શ્રાવણ વદથી ભાદરવા માસ પર્યન્ત પરમકૃપાળુદેવ અને શ્રી સૌભાગ્યભાઈ રાળજ-કાવિઠા-ખંભાત આદિ સ્થળે સાથે જ રહેલા અને સત્સમાગમ કરેલ. પછી શ્રી સૌભાગ્યભાઈની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈ પરમકૃપાળુદેવે નડિયાદમાં
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org