________________
આસો વદ એકમના ધન્ય દિને ‘આત્મસિદ્ધિ’નું સર્જન કર્યું, અને તેની એક પ્રત શ્રી સૌભાગ્યભાઈને સાયલા મોકલી હતી. દરમ્યાનમાં શ્રી સૌભાગ્યભાઈની તબિયત લથડતી જતી હતી. જીર્ણજ્વર (તાવ) લાગુ પડ્યો હતો અને શરીર ઘસાતું જતું હતું એટલે શ્રી સૌભાગ્યભાઈ વારંવાર વવાણિયા પત્ર લખી પરમકૃપાળુદેવને સાયલા પધારવા આગ્રહ કરતા હતા, અને ચાતક જેમ મેઘના આગમનની ઉત્કંઠાથી રાહ જુએ તેમ પરમકૃપાળુદેવના આગમનની પ્રતીક્ષા કરતા રહેતા. તેમ જ “આત્મસિદ્ધિ”ના સ્વાધ્યાયથી શ્રી સૌભાગ્યભાઈનો આત્મા પરમાનંદથી એટલો બધો નાચી ઊઠ્યો હતો કે પરમકૃપાળુદેવ પરના પત્રોમાં તેઓ તેની મુક્તકંઠે સ્તુતિ કરતાં થાકતા ન હતા.
સં. ૧૯૫૩ના કારતક સુદ સાતમ ને ગુરુવારે (પત્રાંક-૩૩) શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને પત્ર લખી જણાવે છે કે “હવે મારી વિનંતી ગરીબથી એટલી છે કે તાવ ઘણા દિવસ થયા આવે છે, ઊતરતો નથી ત્યારે કદી છેવટનો આ તાવ હોય તો આપનાં દર્શન થયાં હોય તો કેટલોક સંતોષ તેમ જ ઘરનાં માણસ ડોશી વગેરે સર્વેને દર્શનની ઘણી અપેક્ષા રહે છે તો હવે આપ વવાણિયેથી પધારો ત્યારે સાયલે થઈ જાવું અને આપ મરજી પ્રમાણે અહીં રોકાજો. પણ એટલી મહેરબાની દયા લાવી કરશો. આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. હું તથા ગોળિયો નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માંગણી કરીએ તેવું રહ્યું નથી... આ સેવકની સંભાળ રાખશો.” ‘આત્મસિદ્ધિ’ માટે શ્રી સૌભાગ્યભાઈ કેવો અનન્ય ભાવ પ્રગટ કરે છે.
શ્રી સૌભાગ્યભાઈની આત્મદશા અંગેની પ્રગતિ “આત્મસિદ્ધિ” શાસ્ત્રને કારણે ઘણી સારી જોવા મળે છે. સંવત ૧૯૫૩ના પોષ સુદ ત્રીજ, બુધવારે લખેલ પત્રમાં (પત્રાંક-૩૮) શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને લખે છે કે, “ગોસળિયો તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોસળિયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થોડે થોડે કરું છું. રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. પણ આની ટીકા-અર્થ આપે જે કરેલ છે, તે ટીકા-અર્થ મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો. મારી તબિયત જેમ છે તેમને તેમ છે. રાત્રે જીણો તાવ આવે છે. આંખે ઝાંખાશ થોડે થોડે વધારે વર્તાતી જાય છે. આ કાગળ પણ માંડ માંડ લખાણો છે. કૃપા કરી તરત પધારશો અને દર્શનનો લાભ આપશો એ જ વિનંતી.” આમ આ પત્રમાં પણ આત્મસિદ્ધિ”ના વાંચનમાં પોતાને
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org