________________
તો સાંભળ. (મણિ પત્ર લઈ ખોલે છે અને વાંચવાની શરૂઆત કરે છે. પણ થોડો અટકે છે. ઉજમબા કામ કરતાં અટકે છે અને
બેસે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! કેમ થોભ્યો ? જલદી વાંચને ? મણિલાલ :- બાપુ ! આપ કહો છો તો હું વાંચું છું, પણ પ્રભુએ ચૌદ
મુદ્દાઓ લખ્યા જણાય છે. જો આપ અને ડુંગરકાકા તે
સમજાવશો તો જ અમને સમજાશે. તો સમજાવશોને ! શ્રી સૌભાગ્યભાઈ :- ભલે, હું અને ગોસળિયા બન્ને સમજાવશું હવે જલદી વાંચ ! મણિલાલ :- બાપુ ! પ્રભુએ મુંબઈથી પત્ર લખ્યો હોય એમ લાગે છે !
ચાલો વાંચું છું. મુંબઈ મહા સુદ, ૧૯૪૭. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ
છે. એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. નોંધઃ મણિલાલ જરા થોભી પછી સહેજ માથું ખંજવાળતા પ્રશ્ન કરે છે. મણિલાલ :- બાપુ ! જીવ પોતાને ભૂલી ગયો છે ? કોઈ પોતાને ભૂલી
શકે ખરો ? શ્રી સૌભાગ્યભાઈ :- હા ! આ જીવ એટલે આપણો આત્મા. આ આત્માને
અનાદિકાળનો દેહાધ્યાસ રહ્યો છે.
જ્યાં જ્યાં જે જે યોનીમાં જન્મ લીધો ત્યાં ત્યાં તે શરીરને પોતાનું માન્યું. જેમ આ શરીર પર પહેરેલાં કપડાં શરીરથી જુદાં છે તેમ આ શરીરમાં રહેલો સ્વાર પ્રકાશક આત્મા તેનાથી તદ્દન ભિન્ન છે. એમ પ્રભુ કહે છે. જેમ છોકરું કાંખમાં હોય અને કોઈ મા કહે છે કે, મારુ છોકરું ક્યાં ગયું? તો છોકરું તો પાસે કાંખમાં તેડ્યું છે પણ પોતે તેને ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતાને ભૂલી ગયો છે. તેથી તેને
સત્સુખનો વિયોગ છે. રતનબા :- પણ ભાઈ ! સત્ સુખ એટલે શું ?
જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી
૨૫O
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org