SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૌભાગ્યભાઈ :- ગોસળિયા ! તમે સમજાવશો ? શ્રી ડુંગરભાઈ :- હા, સસુખ એટલે મોક્ષનું સુખ કે જે સુખ આવ્યા પછી જાય નહિ. અવ્યાબાધ ચિરકાળ આનંદની પ્રાપ્તિ તે. સર્વ આસ્તિક ધર્મ પણ તેનો સ્વીકાર કરે છે. મણિ ! આગળ વાંચ ! શ્રી મણિલાલ :- પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! ફરીથી વાંચ તો ! | (મણિલાલ ફરીથી વાંચે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- પ્રભુ કહે છે કે હું કોણ છું એ જડતું નથી એ જ અજ્ઞાન. અનાદિનો અંધકાર પણ પ્રકાશ થવાથી ક્ષણમાં દૂર થાય છે તેમ નિજસ્વરૂપ જ્ઞાનનો પ્રકાશ થવાથી અજ્ઞાનરૂપી અનાદિનો અંધકાર નાશ પામે છે એમ શંકારહિત ચોક્કસ માનજો. નોંધઃ (લાઈટ ઈફેક્ટ આપવી.) શ્રી મણિલાલ :- જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. શ્રી ચંબક :- બાપુ ! જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એટલે શું? શ્રી સૌભાગ્યભાઈ :- બોલ મિઠાઈ ક્યાં મળે? શ્રી ચંબક :- કંદોઈની દુકાને. શ્રી સૌભાગ્યભાઈ :- અને શાક ક્યાં મળે? શ્રી રતનબા :- શાકવાળા પાસે જ ને ! શ્રી સૌભાગ્યભાઈ - ત્યારે જ્ઞાન ક્યાંથી મળે ? જ્ઞાની પાસેથી જ મળે ને? ઉજમબા :- જ્ઞાની કોને કહેવાય ? શ્રી સૌભાગ્યભાઈ :- જ્ઞાનીની વ્યાખ્યા તમે જ સમજાવોને ડુંગરભાઈ ! શ્રી ડુંગરભાઈ :- હા, જ્ઞાની એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. ક્ષણ ક્ષણ અસ્થિરતારૂપ વિભાવિક મોહદશા જેની નિર્મુળ થઈ ૨૫૧ .. દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy