SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જે સદાય સમદર્શી છે, જે પોતાના ઉદય કર્મ અનુસાર વિચરે છે, પૂર્વાપર-અવિરોધ અપૂર્વ જેની વાણી છે, જે ષદર્શનના તાત્પર્યને જાણતા એવા પરમશ્રત છે, તે જ્ઞાની છે, તેથી જ્ઞાન તેઓ પાસેથી મળે એ સ્વાભાવિક સમજાય છે. પણ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો સહવાસ જીવ છોડતો નથી અને તેને જ પ્રભુએ અનંતાનુબંધી કષાયનું મૂળ કહેલ છે. શ્રી ચંબક :- અનંતાનુબંધી કષાય એટલે શું? શ્રી ડુંગરભાઈ :- જો ચંબક ! જે અનંત સંસાર વધારે તે અનંતાનુબંધી. સતુદેવ, સદ્ગુરુ અને સત્કર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમ જ અસદેવ, અસગુરુ તથા અસતધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃત્કૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા “અનંતાનુબંધી કષાય”, સંભવે છે. સમજાયું ને ? શ્રી યંબક :- હા કાકા ! શ્રી ડુંગરશીભાઈ :- મણિ ! હવે પત્ર આગળ વાંચજે તો ! મણિ જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. શ્રી સૌભાગ્યભાઈ :- મણિ ! એ બીજીવાર વાંચ ને? (મણિલાલ બીજીવાર વાંચે છે.) શ્રી સૌભાગ્યભાઈ :- હં, સ્વછંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં. અત્યાર સુધી ધર્મની બાબતમાં આપણને જે ગમ્યું તે કર્યું માટે જ ભવભ્રમણ કરીએ છીએ. તેથી જ્ઞાની સદ્ગુરુના શરણે જવું જોઈએ. આમ જિનાગમાદિ સર્વ શાસ્ત્રો માને છે. ડુંગરભાઈ ! મારી સમજ સાચી છે ને ! શ્રી ડુંગરશીભાઈ :- ખરેખર ! સોભાગભાઈ ! તમો સાચા છો. હે મણિ ! આગળ શું લખેલ છે ? શ્રી મણિલાલ :- જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી ૨પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy