________________
સર્વેના પુનઃ પુનઃ નમસ્કાર પરમકૃપાળુ સાહેબને પ્રાપ્ત થાય એ જ.
લિ. છોરુ મણિના પાયેલાગું વાંચશો. વ. પત્રાંક - ૦૮૦
મુંબઈ, જેઠ સુદ ૮, ભોમ ૧૫૩ જેને કોઈ પણ પ્રત્યે રાગ-દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પરમ ઉપકારી, આત્માર્થી સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ, ભાઈ નંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે.
“આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે.
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમસરપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.
શ્રી રામચંદના નમસ્કાર પ્રાપ્ત થાય. વ. પત્રાંક - ૭૮૧
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ પરમપુરષદશાવર્ણના કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી;
છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય
૨૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org