________________
વ. પત્રાંક - ૦૪૮
વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે.
જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ?
તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ?
પત્રાંક - ૪૪
સંવત ૧૯૫૩ના ફાગણ સુદ ૬, મંગળવાર પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબ શ્રી સહજાત્મસ્વરૂપસ્વામી
મુ. વવાણિયા બંદર શ્રી સાયલેથી લિ. આપનો આગનાકીત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનું કીરપા (કૃપા) પનું દન ૨ પેલા આવું (આવ્યું) તે પોતું (પહોંચ્યો છે. વાંચી આનંદ થઓ (થયો) છે. વળી કીરપા કરી લખશો.
શ્રુતજ્ઞાન સાસર (શાસ્ત્ર) ભણે તેને કહેવાનું હશે કે કેમ અને જો એમ હોય તો તરીયચને (તિર્યંચને) પણ શ્રુતજ્ઞાન હોય છે. માટે શ્રુતજ્ઞાન કેને કહીએ અને સંપૂર્ણ શ્રુતજ્ઞાન કેને કહીએ તે કીરપા કરી લખશો. ગોસળીઓ ગઈ કાલે વઢવાણ ગયા છે. હુતાસણી સુધી તો રેવા (રહેવા) સંભવ છે. એટલે મુદતમાં સાહેબજી પધારે તો મને લખજો. એટલે હું આવીશ એમ કહી ગયા છે. મને તાવ તો થોડો બોત આવે છે. ને સારી પેઠે સુવાણ છે. પણ આંખનું તેજ ચાલવા માંડી છે (ઓછું થતું જાય છે) આ કાગળ અઠેઠે (અડસટે) લખો (લખ્યો) છે. વાંચી શકાય નહિ.
આપને ઘણી વખત અહીં પધારવા લખેલ પણ તે ખાતે આપે કાંઈ ધ્યાનમાં લીધું નહીં એટલે વારંવાર લખતાં લાચાર છું. બે દિવસ આંહી પધારો તો આપને કાંઈ જાતની ઉપાધિ થાવા સંભવતી નથી અને ઈડર વેલાસર જાવાનું ઠરે તો ઠીક આંખની મૂંઝવણ મને ઘણી છે. ગોસળિયો પણ એમ બોલી ગયા. મેં કહ્યું (કહ્યું) કે
શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૮૭
Jain Education International
For Pere
& Private Use Only
www.jainelibrary.org