________________
વઢવાણ જાવામાં અવસ્થાનું આકીન (અડચણ) નહીં અને ઈડર જવામાં ઘડપણ આંકી આવું (અડચણ) તારે (ત્યારે) ક (કહ્યું) જે સાહેબજી આંહી પધારા હો તેને મને કશું હોત તો મારાથી ના કહેવાત નહીં એમ બોલ્યા. તેથી આવવા મરજી હશે. ભાઈ શ્રી રવજીભાઈ, મનસુખભાઈ, બાશ્રી દેવબા વગેરેને ઘટારત કેશો. (કહેશો) પૂ. મેતા રવજીભાઈ પંચાણજી સાહેબને દેજો. વવાણિયા બંદર એ જ વિનંતી. લિ. સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
પત્રાંક - ૪૫
સંવત ૧૯૫૩ના ફાગણ વ. ૧
સ્વસ્તી શ્રી વવાણિયા મહાશુભસ્થાને પૂજ્યારાધે સરવે શુભોપમા જોગ પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગ લલુભાઈના નમસ્કાર વાંચશો. આપનું કૃપા પત્તું દન ૩-૪ પેલા (પહેલાં) આવું (આવ્યું) તે પોચું (પહોંચ્યું છે). પ્રશ્નનો ઉત્તર આપે લખો (લખ્યો) તે વાંચી ઘણો આનંદ થયો છે. વળી આ બાળકને જ્ઞાન બોધ આપ્યા કરશો.
આપે ઈડર જાવા વિષે રોગાદિકની ઘણી હરકત તેથી હમણાં બંધ રાખ્યું છે લખું (લખ્યું) તે ઠીક કરું છે. આપ લખો છો તેમ જ છે.
કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું તો પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દીનદીન વધતી જાય છે. તાવ પણ રોજ ૪-૫ બજાથી વાસા બે વાસાનો આવે છે. તે મારી અવસ્થા છે. તો જેટલા દી સમાગમ થાય તેટલા દી સફળ છે. ફરી ફરી આવો જોગ અનંતકાળે બનો (બન્યો) છે, તે સફળ થાય તો સારું એમ જાણી મારાથી તાં (ત્યાં) ના આવી શકાય તેવી શક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતિ ઘણા દિવસ થયા કરું છું. અને આપને બે દિ આવે-પાછે વિનંતિથી આવવા વિચાર જણાય છે. હાલ આપને તાં (ત્યાં) ખાતે તેવી ઉપાધિ મારા સમજામાં (સમજવામાં) નથી. તેમ મને પણ ઉપાધિ આંહી નથી. તેમ મારું શરીર સાવ અટકી ગયું નથી. દુકાને જાઉં આવું છું. સાંજના પાંચ બજા (વાગ્યા) પછી જવાતું નથી. તો હવે કૃપા કરી જો વેલાસર આંહી પધારવાનું થાય તો ઘણો આનંદ ઊપજે. આપ ઉપકારી પુરુષ છો. તો મારી વિનંતી સફળ કરશો.
નીચે ચાર જાતના સમક્તિ આત્મસિદ્ધિ ગ્રંથમાં કહેલ છે :
૧૮૮
Jain Education International
For Personal & Private Use Only
હૃદયસખા શ્રી સૌભાગ્ય
www.jainelibrary.org