________________
(૧) તો લહે સમક્તિને, (ર) લહે શુદ્ધ સમક્તિને (૩) પામે પરમારથ સમક્તિ, (૪) વર્ધમાન સમક્તિ તે ટાળે મિથ્યાભાસ.
એ રીતે ચાર પ્રકારના સમક્તિ કઆ (કહ્યા) છે. તેમાં પેલું સમક્તિ ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે ? તેમ અનુક્રમ ચારે સમક્તિ માયલું એક સમક્તિ હોય તે ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે એનો આપ ખુલાસો લખશો.
ગનાન (જ્ઞાન) છે તે અરૂપી છે અને અજ્ઞાન છે તેને રૂપી કહી કે અરૂપી કહી કોઈએ પુછાવ્યું તેથી લખ્યું છે.
શ્રી ડુંગર ઘણું કરીને વઢવાણથી આવતીકાલે આંહી આવવા જવાબ લખે છે. સેજ આપને જણાવવા લખ્યું છે.
કાગળ લખવાની ઢીલ થવાનું કારણ આંખે ઝાંખપ તેથી આ કાગળ મણિલાલ પાસે લખાવ્યો છે.
કામસેવા ફરમાવશો. મુરબ્બી રવજીભાઈ તથા મનસુખભાઈ તથા બા શ્રી દેવબાને ઘટારત કેશો. એ જ છોરૂ મણિલાલ તથા લાલચંદ તથા ત્રંબકલાલ તથા કેશવલાલ તથા ચબુ વિગેરે સરવેના દંડવત્ વાંચશોજી એ જ.
વ. પત્રાંક - ૦૫૧
વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ ૧૯૫૩
ૐ સર્વજ્ઞાય નમઃ આત્મસિદ્ધિમાં કહેલા સમક્તિના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમક્તિ ઉપદેશ્યાં છે :
(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમક્તિ કહ્યું છે.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમક્તિનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમક્તિનો ત્રીજો પ્રકાર કહ્યો છે.
પહેલું સમક્તિ બીજા સમક્તિનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમક્તિનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમક્તિ ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org