________________
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાતુ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
વ. પત્રાંક - ૦૯
વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૫૩ ત્રણે પ્રકારનાં સમક્તિમાંથી ગમે તે પ્રકારનું સમક્તિ આવે તો પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જો તે સમક્તિ આવ્યા પછી જીવ વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ થઈને મોક્ષ થાય.
તીર્થકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમક્તિ કહ્યું છે, એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમક્તિ કહ્યું છે. એ સમક્તિ પામ્યા પછી જો વસ્યું ન હોય તો વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા સપુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમક્તિ કહ્યું છે. એ સમક્તિ આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવઅજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે.
પત્રાંક - ૪૬
સંવત ૧૯૫૩ ચૈત્ર સુદ ૧ શ્રી સદ્ગુરુ ભગવાન પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ શ્રી સાહેબજી સહજાત્મસ્વરૂપ સ્વામી. મુ. વવાણિયા બંદર.
શ્રી સાયલેથી લિ. આપના આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કિરપા (કૃપા) પત્ર આવ્યો તે પહોંચ્યો વાંચી આનંદ થયો છે. વળી કીરપા કરી લખશો.
આપને અહીં પધારવા ઘણી વિનંતિ કરી. મોરબીથી અહીં પધારશો એમ આશા હતી પણ વવાણિયા પધાર્યા તો, જેમ આપને ઠીક લાગ્યું હશે તેમ કર્યું હશે. પરમેશ્વર છે તે દીનદયાળ કહેવાય છે. પણ તેમ જણાતું નથી. મોટાને સૌ ઉપમા આપે અને તેમ ન હોય તો મોરબીથી શા માટે આંહી પધારવું ન થાય ? પણ જેને રાગદ્વેષ
૧૯૦
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
For pe
Jain Education International
cale Use Only
For Persone
vate Use Only
www.jainelibrary.org