________________
ખપાવ્યા છે તેને દયા મૈયા (માયા) શાની રેઈ (રહે).
શ્રી અચળને પૂછવાના પ્રશ્ન લખ્યા તે અમે જવાબ લખાવવા કયું (કહ્યું) તારે (ત્યારે) કયુ (કહ્યું) કે સમાગમે એનો ખુલાસો...અનંતાનુબંધી ચોકડીનો ક્ષય થાય અગર ઉપશાંત થાય તેને સમકીત કર્યુ (કહીએ). એને જ શ્રુતજ્ઞાન વાંચી જે અભિપ્રાયએ કયું (કહ્યું) છે તે અભિપ્રાયએ સમજી શકવાની જેની સત્તા છે તેને શ્રુતકેવળી કએ (કહે) અને જે જે લોક વિષેની અથવા ગનાન (જ્ઞાન) વિષેની વાત હોય તે તે પોતાના અનુભવથી કઈ (કહી) આપે તે કેવલી કેવાય (કહેવાય). આમ ત્રણ ભેદે હોવા જોઈએ. પછી આપ લખો તેમ સીધ (સિદ્ધ) કરી કેવલીને કષાયનો સર્વથા નાશ જોઈએ.
મારા શરીરે હમેશાં સાજે ઝીણો તાવ આવે છે. પણ દન (દિવસ) ૩ થયાં જરા ઠીક લાગે છે. તો હવે ઊતરી જવા સંભવ છે. બાકી આંખનું મોળું (ઝાંખું) પડી ગયું છે. આ કાગળ લખો (લખ્યો) છે પણ વાંચી શકાણો (શકાય) નહીં એટલી બધી જાંખાશ આવી ગઈ છે.
મતીગનાન (મતિજ્ઞાન) શ્રુતગનાન (શ્રુતજ્ઞાન) અવિધગનાન (અધિજ્ઞાન) અને મનપર્યવગનાન (મનઃપર્યવજ્ઞાન) એ ચાર ગનાનને (જ્ઞાનને) ગોસળીઓ વિકલ્પ કહે છે. જ્યારે ગનાનને (જ્ઞાનને) વિકલ્પ કેશું (કહેશું) ત્યારે અગનાનને શું કેશું (કહેશું) માટે ગનાન વિકલ્પ હોય નહીં. અગનાનતા વિકલ્પ છે. એમ અમને અનુભવથી લાગે છે. હવે ગોસળીઓ કે છે (કહે છે) તે પ્રમાણે માનીએ પણ ગોસળીઆનું બોલવું અમને કેટલુંક વિપરીત જેવું લાગે છે. નિશ્ચયને... લઈ વધારે પરૂપણા કરતાં આવડે નહીં અને કરે છે તેથી અમને એમ જણાય છે કે ગનાનીના વચન દુભવે છે. તેની પોતાને ખબર પડતી નથી. તો પણ અમારે કાંઈ તેવો મમત નથી. આપની આગના (આજ્ઞા) પ્રમાણે વરતવાથી (વર્તવાથી) સિદ્ધિ છે. તો ગોસળીઆને પ્રતક્ષ (પ્રત્યક્ષ) સદ્ગુરુ ભગવાન તુલ (તુલ્ય) માનીએ. ગોસળીઓ ચોપડીયું વાંચેલા પદ નીશ્ચે (નિશ્ચય) વાણીના મોટા પુરુષના કએલાની (કહેલાની) સાખ આપી બોલે પણ તે મોટા પુરુષે આગળ શું કહ્યું છે અને આ શા પરમાર્થ (પરમાર્થ) સારું કયું (કહ્યું) છે એવો અનુભવ કરવાની તેમની સત્તા અમને જણાતી નથી. આ બાબતનો જવાબ પ્રશ્નનો ઉત્તર મહેરબાની કરી લખશો. એ જ વિનંતી. મને તાવ સાંજના પાંચ બજાના (વાગ્યાના) આશરે આવે છે. લેરાભાઈનો કાગળ આ કાગળમાં બીડ્યો છે. લિ. છોરુ મણિ વગેરે સર્વનું પામેલાગણું (પાયલાગણું) વાંચજો .
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For P
Private Use Only
૧૯૧
www.jainelibrary.org