________________
આત્મસિદ્ધિ ગ્રંથ હમેશાં વાંચીએ છીએ. વિચારીએ છીએ. આ ગ્રંથ અપૂર્વ છે. તે વિચારવાથી કાંઈ પ્રશ્ન ઉત્તર કરવું રેતુ (રહેતું) નથી. સર્વેનું સમાધાન આ ગ્રંથથી થાય છે. અને કોઈ પૂછવાનું સૂજે છે તે રૂબરૂમાં પુછાથી (પૂછવાથી) ખુલાસો થાય તેમ છે.
“ધાર તરવારની સોહલી દોહલી ચૌદમાં જિન તણી ચરણ સેવા.’
એ પદે આપે લખું (લખ્યું) તે શું કારણથી લખું (લખ્યું) છે તે લખી જણાવશો. આ કાગળ લખ્યો છે પણ પાછો વાંચવો હોય તો હું વાંચી શકતો નથી. એટલી બધી ઝંખાશ આંખે આવી ગઈ છે. તેથી ઘણી મૂંઝવણ થાય છે. પણ ઉદ્દે (ઉદય) આવેલ કર્મ ભોગવી નિવૃત્ત થવું.
આત્મસિદ્ધિ ગ્રંથની ટીકા અરથ (અર્થ) આપે કરેલ છે તે કૃપા કરી અંબાલાલને આપ લખો તો તે મોકલે. પરથમ (પ્રથમ) પણ આપને બે ત્રણ વાર લખું (લખ્યું) હતું. તો ના મોકલવાનું કારણ કાંઈ નથી. આત્મસિદ્ધિ ગ્રંથ તો કીરપા (કૃપા) કરીને મોકલાવ્યો તો અરથ (અર્થ) ટીકા હવે મોકલાવવી તેમાં અડચણ હોવી જોઈએ નહીં માટે કૃપા કરશો.
આત્મસિદ્ધિ ગ્રંથ પૂરો થાઓ (થયો). છેવટના ભાગમાં બીજ ગનાનના (બીજજ્ઞાનના) દશ પાંચ દોહા કળશરૂપ નાખવા ઘટે. એ નાખ્યાથી જ્ઞાનીપુરુષ વાંચે તેને વધારે ખાતરી થાય માટે જો આપનું ધ્યાન પોચતું (પહોંચતું) હોય તો દશ પાંચ દોહરા કળશના કરી લખશો એ જ વિનંતી. મારા વતી ભાઈશ્રી રેવાશંકરભાઈને પ્રણામ. મનસુખભાઈને ઘટારત કહેશો.
વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩
એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે.
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૧૮૬
લિ. આગનાકીંત (આજ્ઞાંકિત) સેવક સોભાગ. વ. પત્રાંક - ૪૫
Jain Education International
For Personivate Use Only
...
www.jainelibrary.org