________________
સાથે આવવામાં કંઈ વિકલ્પ ન કરતાં તીયાર (તૈયાર) રાખવા વિષે લખ્યું. તેથી આપની લખાવત પ્રમાણે અત્રે ઘણી રીતથી કહ્યું પણ અવસ્થાનું બાનું બહાનું) આપી આવવાની ના પાડે છે. અને આ ફેરા આપે સાયલે આવવા વિચાર નથી. વળતી વખતે જેવો અવસર તો જેમ આપની ઇચ્છા. પણ બે માસ થયાં મુમુક્ષુ જીવ આપની રાહ જોવે છે. તેમાં આજ આવે કે કાલે આવે તેમાં હાલ આવવાની આપે ઢીલ લખી. તો તે લોકો મનમાં ઘણો ખેદ પામે છે. માટે તે ખેદ મટાડી શાંતિ કરવા વધારે નહીં તો એક રાત આંહી કૃપા કરી પધારો અને અહીંથી ભેગા ચાલીશું. (જઈશું) વળી જો કાગળ લખવા હોય આંહી... પધારી લખો. વિચાર રાખશો. વળી અમે ગોસળિયાને કશું કહેશું, પણ અમારું માનવા ભરૂસો નથી. કદી આપ અહીં એક રાત નિશ્ચિતથી પધારો અને ગોસળિયાને કો (કહો) ને વખતે આવનાર થાઅ થાય) તો આવે. તેની પ્રકૃતિ આપ જાણો છું. હું તો તીયાર (તૈયાર) છું. આપ લખશો તેમ વર્તીશ. પણ ખચિત એક રાત પણ કૃપા કરી આંહી પધારવાનું રાખશો તો સર્વે મુમુક્ષુ જીવને પુરણ (પૂર્ણ) સંતોષકારી છે. ઘણું આપને શું લખું. અને વધારે નહિ તો એક રાત આંહી રેવાની રહેવાની) સ્થિતિએ પધારવા કૃપા કરશો. મારી વતી મુ. રેવાશંકરભાઈને પ્રણામ. ચિ. ભાઈ મનસુખને ઘટારત કેશો (કહેશો). રા.રા.શ્રી ધારશીભાઈ તથા વૈદરાજને ઘટારત કેશો (કહેશો) એ જ વિનંતી. લિ. આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
પત્રાંક - ૪૩
સંવત ૧૯૫૩ના મહા વદી ૮ ને બુધવાર પરમપૂજય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. મોરબી.
શ્રી સાયલેથી લિ. આપના આગનાંકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
આપનો કૃપાપાત્ર આવ્યો તે પોચો પહોંચ્યો). સમાચાર જાણ્યા. હાલમાં ઈડર જવાની ઢીલ થયા વિષે લખું (લખ્યું) તો જેમ આપની ઇચ્છા. હું તો તીઆર (તૈયાર) છું અને જારે જ્યારે) જાવું ઠરે (નક્કી થાય) તારે (ત્યારે) આપ કીરપા (કૃપા) કરી એક રાત અહીં પધારવાનું કરશો. ને આપ ડુંગરને કેશો (કહેશો, તો જાણામાં (જાણવા પ્રમાણે) તે પણ સાથે આવશે.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org