________________
સાહેબને આપશો.
તરભોવને (ત્રિભોવને) સમાચાર કહ્યા તે જાણા. (જાણ્યા) હું તૈયાર છું. પણ અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માછલી તલખે (તલપાપડ થાય) તેમ દરશન (દર્શન) માટે તલખે છે. તો કીરપાનાથ (કૃપાનાથ) અહીં આવી અને અહીંથી ઈડર જાવું ઠરાવવું. કદી માતુશ્રી વિગેરે સાથે આવતાં હોય તો તેમને સાયલે લાવવાં. કારણ વિના આવતું જવાતું નથી. વળી રસ્તામાં ગામ કહેવાય. હવે આપનું પધારવું કાં વોટું થાશે. (ક્યારે થશે) તે લખશો. એ જ વિનંતી. સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાચંશો. વ. પત્રાંક - ૭૪૧
મોરબી, મહા સુદી ૧૦, શુક્ર, ૧૯૫૩
સર્વજ્ઞાય નમઃ અત્રે થોડાક દિવસ પર્યત સ્થિતિ થવી સંભવે છે.
ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમ કે અવસ્થા ફેર. પણ આવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી.
પરમાર્થદષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો.
શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથા. આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે.
પત્રાંક - ૪ર
સંવત ૧૯૫૩ના મહા સુદી ૧૨ ને રવિવાર પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી.
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર ગે (ગઈ) રાતે આવ્યો. તે પોચો (પહોંચ્યો). ઈડર થોડા દિવસમાં જાવા વિચાર રાખ્યો છે. માટે શ્રી ડુંગરને વિનંતી કરી તયાર (તૈયાર) કરવા અને ૧૮૪
» ધ્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org