________________
આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કોઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસો એટલામાં થાય છે. એમ છતાં જાણવા માટે કોઈ પ્રશ્ન પૂછવા ઊપજે તે રૂબરૂ વિના ખુલાસો થાય નહિ. તેથી પ્રશ્ન પૂછવા બંધ રહ્યા છે. અને સમાગમમાં રહેવા ઇચ્છા વધારે છે. પણ તે અંતરાયને લીધે બનતું નથી. એ જ વિનંતી કૃપા રાખશો.
કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો? તેનો જવાબ દેવો એમ ધારું છું કે અમારો મારગ આત્મસિદ્ધિ મારગ (માર્ગ) એ કેવું (કહેવું) આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો. ગોસળિયા તથા લેરાભાઈના વગેરેના નમસ્કાર વાંચશો.
લિ. સેવક સોભાગના નમસ્કાર. પત્રાંક - ૪૦
સંવત ૧૯૫૩, મહા સુદ - ૩, ગુરુવાર શ્રી મોરબી પૂ. શા. શ્રી ૫. ત્રિભોવન વીરચંદ ઘડિયાળી. સાહેબજીને આપશો. શ્રી મોરબી.
આપ તરફથી કાગળ વવાણિયાથી આવ્યો. ગુરુવારે મોરબી પધારવાનું થાશે અને તાં (ત્યાં) જઈ વિગતથી પત્ર લખશો એ વાંચી ઘણો આનંદ થયો છે. એક અઠવાડિયાની અંદર હવે ઘણું કરી કૃપાનાથના દરશનનો લાભ થશે એ હરખ અને પ્રેમ ઘણો ઉભરાય છે. માટે જેમ જલદી પધારવાનું થાય તેમ કરશો. અને બે દિવસ અગાઉ આંહી પધારવાની ખબર મહેરબાની કરી આપશો. અમે મૂળી ગાડી લઈ તેડવા આવશું અને સાથે નાસ્તો પણ લાવશું. એ જ વિનંતી. અહીંથી ગોસળિયા ડુંગર વગેરેના નમસ્કાર વાચશો. મુ. રેવાશંકરભાઈને પ્રણામ.
સાયલેથી લિ. આજ્ઞાંકિત સોભાગ. પત્રાંક - ૪૧
સંવત ૧૯૫૩ના મહા સુદી ૯, મંગળ, સાયલેથી પૂજ્ય મહેતા શ્રી પ. રેવાશંકર જગજીવન, શ્રી મોરબી.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org