________________
વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથા શ્વાસ થયો તે વખતે અત્યંત દુઃખસ્થિતિ જોઈ, વખતે દુઃખના લીધે ભુલાવો થઈ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય અર્થાત્ તેટલાં જ વચનોના પુગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગ છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારે ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારો ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે. એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણ યોગે સાષ્ટાંગદંડવતથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું ને ૧૦ ને પ૦ મિનિટે દેહનો ત્યાગ કર્યો. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રતન ખોવા જેવું થયું છે... તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક સરળતા, નિશ્ચળમુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્નતા વડે “જે દેહ ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે તેથી અત્યાનંદ થાય એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઈને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સદ્ગુરુશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો. એ જ વિનંતી. અત્રે મારું વદ ૧૩ના આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.”
ઉપર્યુક્ત પત્ર ખંભાત ગયા બાદ શ્રી અંબાલાલભાઈએ લખેલ તેમ જ સાયલાથી પણ જેઠ વદ ૧૧, શુક્રવાર, ૧૯૫૩ના એટલે કે, શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણના બીજા જ દિવસે પરમકૃપાળુદેવને પત્ર લખેલ તેમાં લખે છે કે, “વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળિયાએ બોલાવ્યા તે પોતે કહ્યું કે, હાલ બધા છાનામાના બેસી રહો.” વખતે વખતે પોતે ઉચ્ચાર કરે તો “હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
૭પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org