________________
શ્રી સૌભાગ્યભાઈને લખાયેલો આ અંતિમ સંદેશ જગતના સર્વ મુમુક્ષુઓએ વારંવાર વાંચવા યોગ્ય, વિચારવા યોગ્ય અને તે જ પ્રમાણે સ્થિતિ કરવા યોગ્ય છે.
મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પર સાયલાથી જેઠ વદ અગિયારસ, શુક્રવાર, ૧૯૫૩ના લખેલા પત્રમાં (પત્રાંક-૪૫) જણાવેલ છે કે, “મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં, થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા (અન્યોન્ય) કરવાનું બની શકત પણ અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે, પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું.” આમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ કેટલા ઉપકારી સપુરુષ હતા તે સિદ્ધ થાય છે.
“સત્સંગ સંજીવની”માં મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ પોતાના સાયલાથી જેઠ વદ ૧૧ શુક્રવાર, ૧૯૫૩ના લખાયેલ પરમકૃપાળુદેવ પરના પત્રમાં જણાવે છે કે,
ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે (મણિલાલે) પૂછ્યું કે (શ્રી સૌભાગ્યભાઈને) “આપે ભવનું કાંઈ નક્કી કર્યું ?” ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન વિના મોક્ષ હોય નહીં... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો આ જ ભવે મોક્ષ નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે.” આ પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈની પરમાર્થ માર્ગની આધ્યાત્મિક પ્રગતિ કેટલી સફળ રહી ! પરમકૃપાળુદેવના માર્ગદર્શન તેમ જ સ્વાત્મ પુરુષાર્થે શ્રી સૌભાગ્યભાઈ ભવસાગર તરીને મુક્તિનો કિનારો દેખાય એટલા નજીક પહોંચી ગયા હતા. કેવી અનન્ય સિદ્ધિની પ્રાપ્તિ, મનુષ્ય જન્મને કેવો અજવાળ્યો.
મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ શ્રી સૌભાગ્યભાઈને ત્યાં સાયલા પહોંચ્યા પછી પરત જેઠ વદ ૧૩, ૧૯૫૩ના ખંભાત પહોંચ્યા બાદ પરમકૃપાળુદેવને પત્ર લખ્યો છે તેમાં શ્રી સૌભાગ્યભાઈની અંતિમ સમયની દિવ્ય અંતરંગ પરિણતિનો ખ્યાલ આવે છે. શ્રી અંબાલાલભાઈ લખે છે કે, “જેઠ વદ આઠમ, ભોમ, સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઈ સૌભાગ્યભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું.” આગળ લખે છે કે, “એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું? પણ મારા પ્રત્યેની તે પુરુષની દયા અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું... જેમ જેમ દુઃખની ૭૪
... &યસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org