________________
પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનના બનેલ અપ્રસિદ્ધ પ્રસંગો પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે પરમાત્મા સમાન જ હતા. તેઓશ્રી પર અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના શબ્દો શ્રી સૌભાગ્યભાઈ માટે આગમ વચન સમાન હતા. આવા ર્દયના ભાવોને વ્યક્ત કરતા બે પ્રસંગો અગાસ આશ્રમમાં રહેલ બાણું વર્ષની ઉમરના શ્રી હિંમતલાલભાઈએ સાયલા આશ્રમના શ્રી કીર્તિભાઈ બોરડિયાને કહેલ હતા તે દર્શાવીએ છીએ.
પ્રથમ પ્રસંગ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સાયલા શ્રી સૌભાગ્યભાઈના ઘેર પધારે ત્યારે તેઓના ઘરમાં આનંદ, ઉત્સાહ ઉભરાતો. શ્રી સૌભાગ્યભાઈ તો સાક્ષાત્ પ્રભુ ઘેર પધારતા હોવાનો ભાવ અનુભવી દોડાદોડ કરી મૂકે. શું કરું અને શું ન કરું એવી હરખની દ્વિધામાં સપડાઇ જતા. લાલ જાજમ બિછાવી પ્રભુને આવકારતા અને તેના પર ચાલવા આગ્રહભરી વિનંતી કરતા. મારા પ્રભુને પગમાં ક્યાંય કાંટો ન વાગે! ક્યાંય કાંકરો ન વાગે એવા ભાવ સહ પ્રભુને ઘરમાં લાવે. કૃષ્ણને જોઈ ગોપીઓ ઘેલી ઘેલી થાય અરે ! ઘર ઉઘાડા મૂકી કામોને દૂર હડસેલી પ્રભુ પર ન્યોછાવર થવા દોટ મૂકે એવી દશા શ્રી સૌભાગ્યભાઈ અનુભવતા. મારા પ્રભુ આવ્યા છે ! મારા પ્રભુ આવ્યા છે ! એવું જ રટણ ચાલે ! પ્રભુના દર્શનનો લાભ કુટુંબ પરિવારના સૌ સભ્યો ઉઠાવે એવી ભાવના ભાવતા.
પૂ. શ્રી સૌભાગ્યભાઈ તેમના ધર્મપત્ની રતનબા, બે દીકરા વ્યંબક અને મણિ તથા છ દીકરીઓ સૌના દયમાં પ્રભુ પધાર્યાનો ઉત્સાહ વેદાતો. દીકરીઓના લગ્ન થતાં એક મોટી દીકરી દેવબા લીંબડી વરાવેલ તો બીજાં દીકરી વઢવાણ હતાં. એક દીકરી સાયલામાં જ વસતાં હતાં. પૂ. શ્રી સૌભાગ્યભાઈ આ દરેકને જાણ કરી પ્રભુ દર્શનનો લાભ લેવા પિયર બોલાવતા. સૌ ઘરમાં એકત્રિત થઈ અને આનંદ અનુભવતાં.
આવા જ એક પ્રસંગે દેવુબાને લીંબડી જાણ કરવામાં આવી કે પ્રભુ પધારવાના છે હવે એ સમયે દેવુબાને પૂરા દિવસ હતા. એટલે એમનાં સાસુજીને સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં સાયલા મોકલતાં જીવ ન ચાલે. ઉપરાંત ઘરમાં એક ભેસ. આ ભેંસને દેવુબા દોહે તો જ તે દોહવા દે અન્ય કોઈને હાથ લગાડવા ન દે. હવે જો
પ્રેરક પ્રસંગો
८४
Jain Education International
For Persoe
rivate Use Only
www.jainelibrary.org