________________
બીજે ગામ ખાસ કારણ સિવાય ન જવાય એવી શાસ્ત્રોમાં આજ્ઞા આપવામાં આવી છે. તેને અનુસરી શ્રી લલ્લુજી (પ્રભુશ્રીજી) સ્વામી જંગલમાં હમેશાં નિવૃત્તિ અર્થે જતા, પણ રાળજ સુધી જવાતું નહીં. ખંભાતના મુમુક્ષુઓ લાભ લેવા જતા પણ તેઓશ્રી (પ્રભુશ્રીજી) આટલા નજીક હોવા છતાં દર્શન થતાં નહીં તેથી મનમાં વ્યાકુળતા રહેતી હતી. એક દિવસે સમાગમનો વિરહ સહન ન થઈ શકવાથી ચાલતા ચાલતા રાળજની સીમમાં આવ્યા અને શ્રીમદ્જી રહેતા હતા તે મુકામથી થોડે દૂર ઊભા રહી ખેતરમાંથી ગામમાં જતા એક માણસ સાથે શ્રી અંબાલાલભાઈને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી પ્રભુશ્રીજીને ઠપકો આપતાં કહ્યું “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” આજ્ઞા નથી એટલે અહીં ઊભો રહી આપને આજ્ઞા માટે અહીં બોલાવ્યા છે. જો તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” એમ શ્રી પ્રભુશ્રીજીએ શ્રી અંબાલાલભાઈને કહ્યું. શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું “ના, એમ તો ન જવા દઉં, મને ઠપકો મળે, માટે કૃપાળુદેવ આજ્ઞા કરે તેમ કરો, હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે કૃપાળુદેવ પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદ્જીએ કહ્યું : “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહ્યું તે સાંભળી મુનિશ્રીએ કહ્યું “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું. માટે હું પાછો ચાલ્યો જાઉં છું.” ખેદખિન્ન થઈ પોતાના ભાગ્યનો દોષ જોતાં શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લૂછતાં લૂછતાં ખંભાત તરફ પાછા ફર્યા. બીજે દિવસે પરમકૃપાળુદેવ શ્રીમદ્જીએ શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશી ગોસળિયાને રાળજથી ખંભાત મોકલ્યા. શ્રી સૌભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી પ્રભુશ્રીજીને આશ્વાસન આપતાં કહ્યું – “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈ એકાંતમાં બન્ને બેઠા. પરમકૃપાળુદેવનો સંદેશો કહીને જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. શ્રી પ્રભુશ્રીજીને આથી ઘણો સંતોષ થયો. ગ્રીષ્મનો તાપ દૂર કરતી વર્ષાઋતુની વૃષ્ટિથી શ્રી પ્રભુશ્રીજીના હદયમાં વિરહાગ્નિનો સંતાપ દૂર થઈ શાંતિ વળી અને સમાગમ થશે એમ જાણી આનંદ થયો. શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી અંબાલાલ બને પાછા રાળજ ગયા અને શ્રી ડુંગરશી ગોસળિયા કાઠિયાવાડ ગયા.
પ્રેરક પ્રસંગો
Jain Education International
For PE
Private Use Only
www.jainelibrary.org