________________
પ્રકરણ – ૧
પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ
સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ૫૨ જન્મેલા પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીને સંવત ૧૯૪૬માં પ્રથમવાર મળ્યા. પરમકૃપાળુદેવની પારમાર્થિક સારસંભાળ અને નિશ્રા પ્રાપ્ત થતાં સોભાગભાઈએ આધ્યાત્મિક આકાશમાં નેત્રદીપક
પ્રગતિ સાધી હતી. આ પ્રકરણમાં પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના સોભાગભાઈના જીવન વિષે યત્કિંચિત્ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરેલ છે.
શ્રી સૌભાગ્યભાઈના પૂ. પિતાજી શ્રી લલ્લુભાઈ શેઠ બુદ્ધિશાળી-સજ્જન-સંતોના પ્રેમી એવા પુરુષ હતા. તેઓ લીંબડીના કારભારી તરીકે કુશળતાથી કાર્ય કરતા હતા. રાજમાં સારું એવું માનપાન મેળવેલું. આર્થિક પરિસ્થિતિ પણ પ્રમાણમાં સારી હતી પરંતુ હમેશ બને છે તેમ કેટલાક ઈર્ષાળુ લોકોની રાજખટપટના કારણે તેઓને લીંબડી છોડવાનો વખત આવ્યો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર નજીક આવેલ ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામમાં આવીને તેઓએ વસવાટ કર્યો. સાયલાને ભગતના ગામ તરીકે કેમ ઓળખવામાં આવે છે ? તે આપણે “સંતોના ગામ સાયલા' નામના પ્રકરણમાં જોઈશું.
પૂ. શ્રી કપુરચંદ અમરશી શેઠને ત્યાં શ્રી લલ્લુભાઈ શેઠનો જન્મ થયો હતો. આ કુટુંબને શેઠ કુટુંબ તરીકે ઓળખવામાં આવતું હતું. શ્રી લલ્લુભાઈ શેઠ લીંબડી છોડી સાયલા આવતાં જે આર્થિક પરિસ્થિતિ લીંબડી ખાતે સારી હતી તે ધીરે ધીરે બગડતી ચાલી. આના પરિણામે શ્રી લલ્લુભાઈ શેઠને આર્થિક બાબતમાં મૂંઝવણ વધતી ગઈ. આમ છતાં તેઓશ્રી સાધુ-સંતોની યથાશક્તિ ભક્તિ કરતા રહેતા. જે સાધુ-સંત ગામમાં પધારે તેની વૈયાવચ્ચ બહુ ભક્તિપૂર્વક-આનંદપૂર્વક શ્રી લલ્લુભાઈ શેઠ કરતા, જે સંસ્કાર પૂ. શ્રી સૌભાગ્યભાઈમાં પણ નાનપણથી જ સિંચાતા જતા હતા. ક્યારેક શ્રી લલ્લુભાઈ શેઠને એમ થતું કે, આ રીતે સેવા-ભક્તિથી મારા નસીબ આડેનું પાંદડું ખસી જશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે. જો ચમત્કારી સાધુ પુરુષ મળી જાય તો મારી દિરદ્રતા દૂર થઈ જાય એવી ભાવના પણ હ્દયમાં રહ્યા કરતી હતી.
ઉપરોક્ત પરિસ્થિતિ વચ્ચે રહેતા શ્રી લલ્લુભાઈ શેઠને જાણવા મળ્યું કે, માળવા (હાલના રાજસ્થાન) તરફ કોઈ કોઈ ચમત્કારી સાધુ-તિ મળી જતા હોય છે. તેથી માળવા તરફ જવા વિચાર આવ્યો. આથી તેઓશ્રી રતલામ ગયા. ત્યાં ખરેખર એક
પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ
Jain Education International
For Personal & Private Use Only
૧
www.jainelibrary.org