________________
વ. પત્રક - ૯૯
મુંબઈ, અષાઢ વદ ૮, રવિ, ૧૫ર
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો.
એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે.
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
પત્રાંક - ૩ર સંવત ૧૫ર શ્રાવણ સુદી ૧, મંગળવાર, મુંબઈ
રેવાશંકર જગજીવનના સરનામે, મુંબઈ. આપનો કૃપાપત્ર પહોંચ્યો. સમાચાર જાણ્યા. આપે જે વિચાર ચલાવવા (આવવા) વિશેના લખ્યા તે જાણ્યા. લીંમડીવાળાને કેટલાક દિવસની ખેંચ છે તો આ ફેરા ત્યાં જવાનો વિચાર કરવો. અને અહીં શ્રી વવાણિયા જતાં અને વવાણિયાથી મુંબઈ જતાં આવવાનો વિચાર કરી આવવું. તે રસ્તાનું ગામ છે. ને મરજી પ્રમાણે રોકશું. વળી અહીં આપને ઉપાધિ થવા દેશું નહિ. વળી જો આપની ઇચ્છા પાંચ પંદર દિવસ નિવૃત્તિથી રહેવાની હશે તો પંચાલમાં દરબારશ્રીના કુંવરની જગ્યાઓ ઠીક છે. ત્યાં જઈ રહેશું હરકત નથી.
દુકાને કામ ઠીક ચાલે છે. આપ અહીં પધારવાની તારીખ લખશો. એટલે હું મુળી ગાડી લઈ તેડવા આવું.
સાયલેથી લિ. સે. સોભાગ.
૧૭૬
છે. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org