SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક - ૩૩ સંવત ૧૯૫૩ના કારતક સુદી ૭, ગુરુવાર પ્રેમપુંજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી, મુ. શ્રી વવાણિયા બંદર. શ્રી સાયલેથી લિ. આગનાકિત (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર હાલમાં નથી તે કીરપા કરી લખશો. આપ સાહેબ ગૈઆ (ગયા) મંગળવારે શ્રી મૂળીએ રેલવેમાં નીકળ્યા અને વવાણિયા પધાર્યા એવા ખબર સાંભળી આપની મરજી હાલમાં વવાણિયે પધારવાની નોતી અને પધા૨ા (પધાર્યા) તે ઉપર બેન જીજીબાને પૂછતાં મુ. શ્રી રવજીભાઈને ઘણા દિવસ થયા તાવ આવે છે તે સારુ પધાર્યા હશે. મુ. શ્રીની તબિયત સારી હશે. વળી આપ સાહેબની તબિયત સારી રેતી (રહેતી) હશે. તે ખબર લખશો. મને હજુ હમેશાં તાવ આવે છે. દુકાને હીંડીને (ચાલીને) જઈએ તેવી શક્તિ રૈ (રહી) નથી. દિનદિન શક્તિ ઘટતી જાય છે. ઉપાય લાગુ પડતો નથી. માટે સેવકની દોલ (હાલત) જાણી એક દિવસ દરશન (દર્શન) દેવા પધાર્યા હોત તો મનમાં કેટલો આનંદ ઊપજત. તેમ જ હરવખત આપ પધારો તારે (ત્યારે) ખબર અગાઉ આપો છો અને આ ફેરા ખબર આપી નહીં. તો આપને જેમ ઠીક લાગું (લાગ્યું) હશે તેમ કરું (કર્યું) હશે. હવે મારી વિનંતી ગરીબથી એટલી છે કે તાવ ઘણાં દિવસ થઆ (થયા) આવે છે. ઊતરતો નથી, તારે (ત્યારે) કદી છેવટનો આ તાવ હોય તો આપનાં દરશન (દર્શન) થયાં હોય તો કેટલોક સંતોષ તેમ જ ઘરનાં માણસ, ડોશી વગેરે સરવેને (સર્વેને) દરશનની ઘણી અપેક્ષા રહે છે તો હવે આપ વવાણિયેથી પધારો તારે (ત્યારે) સાયલે થઈ જાવું અને આપ મરજી પ્રમાણે અહીં રોકાજો. પણ એટલી મેરબાની દયા લાવી કરશો. આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનું સાર હોય તેવો જણાય છે. અને હું તથા ગોળિયો નીત વાંચીએ છીએ. ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી. ગોસળિયાને એ ગ્રંથ મોઢે કરવો હશે તેથી ઉતારી લેવા માગે છે. જો આપની ઇચ્છા હોય તો ઉતારવા આપું. જવાબ લખશો. શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન Jain Education International For Personal & Private Use Only ૧૭૭ www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy