________________
કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે “કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?' એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
પત્રાંક - ૩૧
સંવત ૧૯પરના અષાઢ સુદી ૫, બુધવાર
શ્રી પ્રેમપેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબ શ્રી સહજાત્મ આત્મસ્વરૂપ, મુ. મુંબાઈ બંદર.
શ્રી સાયલેથી લી. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર આવ્યો તે પોચો (પહોંચ્યો) છે. સમાચાર લખા (લખ્યા) તે સર્વે જાણ્યા છે.
જીનના (જિનના) આગમ વાંચી અર્થ કરે છે તે પ્રમાણે કેટલાક અરથમાં (અર્થમાં) ફેરફાર હોવો જોઈએ. કારણ કે અનુભવગોચર સિદ્ધ કરતાં કેટલાકમાં ફેરફાર આવે છે.
આપે કેવળજ્ઞાન વિષે લખ્યું તે ખરું છું. રૂઢિ અરથ (અર્થ) સિદ્ધ થાતા નથી. હાલ સાલમાં સમાગમ થશે કે કેમ ? અને થાશે તો કયા મહિનામાં થશે. તે મરજી હોય તો લખશો. ઘણા દિવસ થઈ ગયા છે. તેથી મૂંઝવણ થાય છે. માટે દરશનનો (દર્શનનો) લાભ આપવા કૃપા કરશો. એ જ વિનંતિ.
કેવળ ગનાનનો અરથ (જ્ઞાનનો અર્થ) વર્તમાનકાળમાં રૂઢિ પ્રમાણે અરથ કરે છે. તે પ્રમાણે હોય એમ અમને લાગતું નથી અને બીજો અરથ હોવો જોઈએ. બાકી આપ જાણો તે ખરું. સર્વેના વતી નમસ્કાર વાંચશો.
લિ. સેવક સોભાગ.
શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૭૫
Jain Education International
For Pers
Private Use Only
www.jainelibrary.org