________________
નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું :- કોઈ એક તો પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમ કે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તો પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે; બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમ કે તેનું ઠામઠેકાણું કંઈ નથી.
અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાઇ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમ કે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે, તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કાંઈ ઠામઠેકાણું નથી. ૩
હે સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે, એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી, પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેળાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય, તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રૂચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તો પણ તે ભગવાનને પામે નહીં, કેમ કે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુને એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે, અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય
૩૩
» દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org