________________
વ. પત્રાંક ૩૭૮
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસાર'નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે.
નિશ્ચયને વિષે અકર્તા, વ્યવહારને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન “સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.
સમજવા યોગ્ય તો જે છે તે... સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગબિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે.
છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી.... ને નમસ્કાર છે.
પત્રાંક-૧ શ્રી મુંબઈ બંદર
સં. ૧૯૪૮ના જેઠ સુદી ૧૪ ગુરુવાર રાતે પૂ. મેતા શ્રી પ. રેવાશંકર જગજીવન ઠે. બારકોટ મોટે રસ્તે ભૂલેશ્વર. મારકીટ (મારકેટ) સાહેબજીને દેજો .
શ્રી મુંબાઈ (મુંબઈ) બંદર
શ્રી...
આપનું (કૃપા) કરપા પત્ર આજે આવ્યું તે પોચ્યું (પહોંચ્યું છે. કેશવલાલનો કાગળ નથી. સંબક સાયલે ગયો કે નહીં તે સમાચાર નથી. કાળિદાસભાઈ સાયલે આવ્યા છે. મને તેડાવે છે. તો હું પરભાતનો (પ્રભાતે) ચાલ્યો (નીકળી) સાયલે જાઉં છું. ઘણું કરી રવિવારે અહીં આવીશ એમ મારો વિચાર છે. હવે ત્યાં ગયે સમજાશે. સંસારની ઉપાધિ ઘણી તેથી કંટાળો આવે છે. ઉદે (ઉદય) પ્રમાણે ભોગવવું. પણ આપની કૃપાથી આનંદ વૃત્તિ (વર્તે) છે. આપ ઘણી ખુશી રાખશો.
લિ. સોભાગના પરણઆમ (પ્રણામ) વાંચજો . શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૦૯
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org