________________
(૫. કૃ. દેવના અપ્રગટ પત્રોમાંથી)
શ્રી મોરબી પરમ પૂજ્ય શ્રી સુભાગ્યને
આપનો કાગળ ૧ આજે આવ્યો તે પહોંચ્યો. સાથેના કાગળ પ્રમાણે મળતી તેવી વિગતથી આજે બજાણે પત્ર લખ્યું છે.
અંતરગમ્ય વાત સંબંધી કોઈથી પરિચય નહીં એટલે મન પ્રફુલ્લિત રહેતું નથી. તેથી બે ચાર દિવસ જો આપનો સમાગમ થાય તો વિશેષ કરીને તે પ્રફુલ્લિતતા રહે. આ સિવાય બીજો કોઈ વ્યવહાર પ્રસંગ નથી. આપને યોગ્ય લાગતું હોય તો બે ચાર દિવસ માટે દર્શન દેશો. યોગ્ય લાગતું હોય એનો અર્થ એવો છે કે મારો તમારો પારમાર્થિક પ્રસંગ નહીં જાણી લોકો અવળું અનુમાન કરે, એમ થવાનો સંભવ અને આપને પ્રસન્નતા રહેતી હોય તો દર્શન દેશો, નહીં તો ઈશ્વરઇચ્છા. વિયોગ નિભાવી લેશું. પધારો તો પ્રફુલ્લિતતા થશે.
(ર)
માગસર વદી ૦)) મણિની ઇચ્છા વિવાહ ઉપર આવવાની બહુ લાગે છે. તેની વૃત્તિઓ હજુ બહુ સંસારી ઇચ્છાવાળી છે એટલે એકદમ વૃત્તિઓ રોકવાનું ન બની શકે. એ યોગ્ય છે એમ સમજાય છે. હવે તેવી વૃત્તિ થોડા વખતમાં જેમ હશે તેમ જાણી લઈ તેની ઇચ્છાપૂર્વક કરીશ. કોઈ પણ પ્રકારે તેણે અહીં વ્યવહારમાં હજુ સુધી કંઈ પ્રવૃત્તિ કરી નથી. કારણ બાળવૃત્તિ અને આ ભૂમિકા, મુંબઈ ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે, તે જોવાની કેટલીક વૃત્તિ, જેથી બનતાં સુધી તેની જ ઈચ્છાએ ચાલવામાં આવ્યું છે.
જ્યાં અધિક તેનું અહિત જોયું ત્યાં જ માત્ર કંઈ અટકાવ કર્યો. બાકી કંઈ પણ પ્રકારે બીજી રીતે તેને અટકાવ કરવા જેવું મને લાગ્યું નથી. ગમે તેવી તેની બાહ્યવૃત્તિઓ છતાં મારા પ્રત્યે તેનો ભાવ આપનો પ્રેરેલો હોવાથી શ્રેષ્ઠ જ રહ્યો છે, અને એ ભાવ તેને કોઈ કાળે પણ ખચિત્ યોગ્ય કરશે એમ સંકલ્પ છે. | (આ ૧ અને ૨ પત્રની કોપી શ્રી જન્મભૂમિ ટ્રસ્ટ વવાણિયા - પાસેથી પ્રાપ્ત થઈ છે.)
૧૦૮
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personel Private Use Only
www.jainelibrary.org