________________
પ્રકરણ – ૧૪
રાજ્યન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈને પૂ. શ્રી સૌભાગ્યભાઈના કારણે જે લાભ પ્રાપ્ત થયેલ છે, તેનો “મંગલમય મૃત્યુ” એ નામના પ્રકરણમાં આપણે ઉલ્લેખ કરેલ જ છે. આ બાબતમાં પૂ. શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુ દેવને જે પત્રો લખેલ છે તે ખરેખર અનુપમ છે, અદ્વિતીય છે. આ પત્રો “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)”માં છપાયેલા છે. તે અહીં ઉધૃત કરેલ છે કે જેથી જિજ્ઞાસુ મુમુક્ષુજનોને તેનો ખ્યાલ આવે તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના વિરલ વ્યક્તિત્વથી પરિચિત થાય.
Jain Education International
પત્ર નં. - ૩૩
ખંભાત, જેઠ વદ-૨, ગુરુ, ૧૯૫૩
શ્રીમદ્ શ્રી ગુરુદેવ પરમાત્મા, શ્રી ચરણાય નમઃ પરમકૃપાળુ, પરમદયાળુ, શ્રીમદ્ પરમાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ
શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીજીની પરમ પવિત્ર શુભ ચરણસેવામાં - મુંબઈ.
પૂજ્ય મનસુખભાઈના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સોભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઈ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે. પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. કારણ કે મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં પાંચમ, છઠ એટલે શનિ-રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે. જેથી મારા પિતાશ્રી મગનલાલ મને સાયલે જવામાં રોકે તેમ નથી પણ બે દિવસના આંતરામાં કુટુંબાદિના મનમાં વિશેષ ખેદ રહે તેથી હું તથા કીલાભાઈ અત્રેથી વદ-૭ સોમવારે નીકળવાનું ધારીએ છીએ અથવા બની રહે તો છઠને રવિવારે, રાતના નીકળવાનું કરીશું એમ મારી ઇચ્છા રહે છે. છતાં ઉપરનાં કારણોથી આપ પરમકૃપાળુશ્રીને યોગ્ય લાગે તેમ કરવા તૈયાર છું. એટલે આ પત્ર પહોંચે મને જલદી જવાની જરૂર વિશેષ હોય તો શુક્રવારે સાંજ સુધીમાં મને તારથી ખબર મળવાની કૃપા થશે, તો તે જ વખતે હું સાયલા તરફ જવાને રવાના થઈશ.
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
For Personal & Private Use Only
૨૧૫
www.jainelibrary.org