________________
ગનાનમાં (જ્ઞાનમાં) અમે કાંઈ સમજતાં નથી ને અમારે ગનાન (જ્ઞાન) જોતું (જોઈતું) નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો ગમે તો દૂર રાખો પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે. માટે કીરપા (કૃપા) કરી મારી ઇચ્છા પૂરી કરો. તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી, વધારે શું લખું. મારી વતી ચી. મનસુખની – કેશવલાલને ઘટારત કેશો. ચી. મણિલાલ સાયલેથી ગેકાલે (ગઈકાલે) આવો છે (આવ્યો છે, હાલમાં રૂઉ (કપાસ) મણ ર00ને આસરે લીધું છે તે તોળવા સારું સાઅલેથી (સાયલેથી) તેડાવો (તેડાવ્યો) હતો તે આવો (આવ્યો) છે.
લિ. સોભાગ. વ. પત્રાંક - ૪પ૯
મુંબઈ, બીજા અષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યક્દૃષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક્દષ્ટિપણું તે જીવને હોય છે.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય.
શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org