________________
ગમે તેટલું કદી કામ હવે પછી ચાલે તો ઘરને આંગણે છે. એટલે આપના પ્રતાપથી અડચણ આવશે નહીં માટે આપને મન માન્ય માણસનો બંદોબસ્ત થાય ત્યાં સુધી ખુશીથી રાખજો. અમે સરવે (સર્વે) આપના તાબેદાર છીએ. માટે તે વિષે કાંઈ મનમાં ઉપાધિ રાખશો નહીં. સુખલાલભાઈ જેઠ માસમાં આવશે અને કેશવલાલ પણ આપને માણસનો બંદોબસ્ત થયા પછી આવશે. કદાપિ એમ છતાં કેશવલાલ આપની સેવામાં રહ્યાથી આપને ઉપાધિ ઓછી રહે તેમ જણાતું હોય તો ખુશીથી મરજીમાં આવે તો (ત્યાં) સુધી કેશવલાલ રેશે (રહેશે) વખતે માસ ૧રમાં મા-૧-રની રજા દેશમાં આવવાની નિવૃત્તિ વખતે આપશોજી. ઉદ્યમ કરવો છે ને તેમાં જ ફાયદો છે. તે આપની કીરપાથી (કૃપાથી) છે.
કેશવલાલ સમજુ છે પણ હજુ મારું મન માને તેવી સમજણ નથી. તો આપની કિરપાથી (કૃપાથી) આવશે. હું ગઈકાલે અહીં આવ્યો છું. મણી (મણિલાલ) પરભાતે (પ્રભાતે) સાયલે જાશે એટલે હરકત નથી.
પત્રાંક - ૭
સં. ૧૯૪૯ બીજા અસાડ સુધી ૧૨, મંગળવાર પ્રેમ પૂજ્ય તરણતારણ પરમાત્મા દેવ સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈની ચિરંજીવી ઘણી હોજો.
શ્રી મોરબીથી લી આગનાકીત (આજ્ઞાંકિત) સેવક સોભાગનું પાએ લાગણું (પાયલાગણ) વાંચશો. આપનો કીરપા (કૃપા) પત્ર હાલમાં જરા વધારે દિવસ થયા નથી તેથી મનમાં ઉતાપી રૈયા (ઉપાધિ રહ્યા) કરે છે માટે દયા લાવી કીરપા (કૃપા) કરી કાગળ લખશો અને જે પરશનનો (પ્રશ્નનો) જવાબ માગો (માગ્યો) છે તે પણ લખશો.
કેટલીક વખત પૂછવા ઇચ્છા થાય છે, પણ પાછો જવા. (જવાબ) આવતો નથી તેમ કાંઈ ઊપજતું નથી ને ઊપજે તેનો ખુલાસો આવે નહીં. કબીરની સાખીવાળું છે કે “ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય તો મારે એમ જ છે. આ તો જીવને આનંદ લેવા કોઈ વખત પરશન (પ્રશ્ન) ઈઆદ (યાદ) આવે તો લખું છું. તે ફક્ત જાણવા સારુ, બાકી બીજું કાંઈ નથી. જાણવું તું તે તો જાણ્યું. હવે જાણવું રહું નઈ (રહ્યું નહીં) કાં તો આપ જેવાને સાક્ષાત્ જાણા છે (જાણ્યા છે, તો બીજી પરવા નથી. જેમ ગોપીયુએ (ગોપીઓએ) ઓધવજીને કશું કહ્યું) હતું કે, તમારા
૧૨૨
.. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persone
ovate Use Only
www.jainelibrary.org