________________
ધારશીભાઈને વંચાવીશ. કાગળ વાંચી ઘણો આનંદ થયો છે. આપની સમર્થાઈ (સમર્થતા) અદ્ભુત છે તે વિષે કાંઈ લખી શકતો નથી. જાણે છે તે જાણે છે કે જાણે છે તે માટે છે, બીજાને ખબર નથી તે કાંઈ વાંક કાઢીએ એમ નથી. અનંતકાળ આમને આમ વીત્યો. અહીંથી કાગળ લખો (લખો) છે તે પહોંચ્યો હશે. સર્વે ખુશીમાં છે. કેશવલાલને પણ કહેશો, ચિ. છગનલાલને બોલાવશો. ડાક્ટર સાહેબને ઘટારત કહેશો. બાકી સર્વેને...
સાયલેથી આગનાંકિત (આજ્ઞાંકિત) સેવક સૌભાગનું પાએલાગણું (પાયલાગણ) વાંચશો.
વ. પત્રાંક-૪૩૯
મુંબઈ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯
“સમતા, રમતા, ઊરધતા,” એ પદ વિગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેનો વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયા મોરબી રવાને કર્યો છે, જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. (જુઓ વ. પત્રાંક-૪૩૭, ૪૩૮)
ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.
લિ. રાયચંદના પ્રણામ. પત્રાંક - ૬
સં. ૧૯૪૯ જેઠ સુદ ૧૨, શ્રી મુંબાઈ બંદર પુ. શાહ શ્રી પ. રેવાશંકર જગજીવન કાં. સાહેબજીને દેજો . ઠે. બારકોટ પાયધુની, મુ. મુંબાઈ બંદર
આપનો કિરપા (કુપા) પત્ર ગુરુવારનો લખેલ સાયલે થઈ અહીં આવ્યો તે પહોંચ્યો છે. કેશવલાલ વિષે સમાચાર લખ્યા તો હાલ કાંઈ એવું કામ નથી અને શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૨૧
Jain Education International
For Pere
r ivate Use Only
www.jainelibrary.org