________________
વૈભવથી સાંસારિક ફલપ્રદાનરૂપ અન્યથા પ્રકાર આચરે નહીં, જ્ઞાનીપુરુષોની સનાતન પ્રણાલિકાથી અન્ય પ્રકારે વર્તે નહીં, અને સૌભાગ્યનો તેવા પ્રકારનો ઉદય દેખી શ્રીમદ્ સૌભાગ્યને પ્રસંગવશાત્ ચેતવતા પણ ખરા કે – “જયારે પ્રારબ્ધોદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે; એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. (અં.-૫૪૪) એમ પ્રારબ્ધોદય નબળો હોય ત્યારે વિશેષ પ્રવૃત્તિ ન કરવાની વાત સમજાવવા શ્રીમદ્ પ્રયત્ન કરતા અને “મુઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઇચ્છીએ છીએ તે થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે.” (અં.૫૪૪) એ વાતનું સ્મરણ આપી, સૌભાગ્યને નહીં મુઝાવાનો અને આર્તધ્યાન ધરી જ્ઞાનીના માર્ગ પર પગ નહીં મૂકવાનો માર્મિક બોધ આપતા.
આમ છતાં વ્યાવહારિક કઠણાઈ બાબત શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્રને પોતાની મૂંઝવણ લખતા-“કઠણાઈ રહ્યા કરે છે, તેનો અત્યંત માર્મિક ઉત્તર (અ.રર૩) આપતા શ્રીમદે માર્મિક પણે જણાવ્યું છે કે – “પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.”
તેમ જ બીજા પત્રમાં (અં.-૨૩૩) પણ આ પરમાર્થસખાનો મોહ-શોક દૂર કરવા શ્રીમદ્ તેવો જ ભાવ દર્શાવે છે : “ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? વળી સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તો મુમુક્ષુને સંસારથી તરવા બરાબર છે, કારણ કે આ સંસારસ્વરૂપની સ્પષ્ટ વિચારણાનો વખત તેવા પ્રતિકૂળ પ્રસંગમાં વિશેષ હોય છે.”
આમ આ અમૃત વચનોમાં સૌભાગ્યની તથા બીજા મુમુક્ષુ જીવની પરમાર્થહિત વાર્તા લખી પરમ અનુકંપાસંપન્ન પરમકૃપાળુ શ્રીમદ્ આ અમૃતપત્રના અંતે પોતાનો અંગત અંતર્ગત પૂર્ણ સહાનુભૂતિપૂર્ણ ઉદાત્ત વિચાર પણ આ અમૃત શબ્દોમાં વ્યક્ત કરી દે છે. (પત્રાંક : પ૫૦) “મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે. તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા
પપ
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org