________________
વ્યવહારચિંતાનું અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ. (અં.-૨૫૦) આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” (અં.-૪૯૪) આમ વ્યવહારચિંતાથી આકુલ પરમાર્થ સુહૃદુ હૃદયરૂપ સૌભાગ્યને ખરા હૃદયનું આશ્વાસન આપતાં શ્રીમદ્ પ્રાપ્ત ઉદયને સમભાવે વેદવો અને આકુળતા ન રાખવી એમ ખેદહારક ઉત્સાહપ્રેરક બોધ આપતા.
આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે. ગુરુઅનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો તે પણ જાણીએ છીએ. ગમે તેવા દેશકાળને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇડ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. (અં.-૩૧૩) સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. (અં.-૩રર)
પોતાની કફોડી સ્થિતિ નિવેદન કરી પરમાર્થશિષ્ય સૌભાગ્યે ક્વચિત્ ગુરુ અનુગ્રહથી શિષ્યનું અમુક દુઃખ ટળ્યું એવી વાર્તા લખી શ્રીમદ્ જેવા પરમાર્થ ગુરુ પ્રત્યે આડકતરી ગર્ભિત સ્પૃહા દર્શાવી હશે કે આપ જેવા પરમ સમર્થ ગુરુના અનુગ્રહથી કોઈ રીતે અમારું આ દુઃખ ટાળો–આ ચિંતા મટો, એના ઉત્તરમાં પરમાર્થ ગુરુ શ્રીમદે અત્રે જણાવ્યું જણાય છે કે “એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે, અને એટલે જ અત્રે માર્મિક પણે એ પણ સૂચવી દીધું છે કે “જ્ઞાની અન્યથા કરે નહીં—પારમાર્થિક
આર્થિક અસ્થિરતા મધ્યે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org