________________
તો મારો વિચાર તરત સાયલે જાવાનો છે અને પછી આપની પાસે આવવું છે. ઘણા દિવસ થયા આ વિચાર છે પણ જોગ બનતો નથી હવે થાય તે ખરું.
આપે વિગતથી પત્ર લખ્યો છે અને તેમાં મારો અભિપ્રાય મંગાવ્યો છે તો તે બાબત મને કાંઈ હાલમાં સૂજતું નથી. તે વિચાર કરું છું. જો કાંઈ સૂજસે તો લખી જણાવીશ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે જીવ છૂટવાનો ઉપાય કરે પણ મેં જ્જર (જીંજર-સખત) બંધથી બાંધ્યો છે એ વાત ખરી જણાય છે. સંસાર અસાર છે એમ જાણતા છતાં સાઠ વરસની ઉંમર વીતી ગઈ તો પણ હજુ બંધનમાંથી છૂટાતું નથી અને કાળ આવે છે એ કંઈ કહીને આવતો નથી અને જો આમને આમ વિજોગમાં આયખું (આયુષ્ય) પૂરું થાશે તો પાછી મેનત રેશે (મહેનત રહેશે) અને હરકત તો નથી સાચનો સમાગમ થયો છે માટે.
આપે આત્મા જાણવા વિષેમાં સૂરજ અગ્નિ વગેરે વિચારવા વિષે લખ્યું છે તે કેવી રીતે વિચાર કરવો તે કાંઈ લખવા ઘટિત હોય તો લખશો. એ જ વિનંતી. મારી વતી ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો. મોતીના વેપાર સંબંધી ઉપાધિ ઘણી ઓછી થઈ ગયા વિષે લખ્યું તે વાંચી ખુશી થયો છું અને હું લખવા લાયક નથી તો પણ મને લાગે છે તેમ લખું છું કે હવે પછી મોટી ઉપાધિમાં પડવું નહીં. એમ બને તો ઠીક. આપ સરવે (સર્વે) વાતમાં જાણો છો એટલે લખવું વાજબી (વ્યાજબી) તો નથી તો પણ લખું છું એ જ વિનંતી.
લિ. સેવક સોભાગ વ. પત્રાંક - ૧૨
મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે.
શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ?
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૫૫
Jain Education International
For m
orate Use Only
www.jainelibrary.org