________________
પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.
વ. પત્રાંક - ૦૯૪
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯પર
આત્માર્થી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે; તે પણ અપેક્ષિત છે.
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈન સમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિ અર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમ કે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.
યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org