________________
સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવલ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ-અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. વ. પત્રાંક - પ૦૪
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમાં તૃષ્ણા ઓછી કરતા જવું. વ. પત્રાંક - પલ્પ
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશ્રય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્દગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે, તેવા પુરુષને પ્રત્યક્ષ જગદ્રવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સન્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગદ્રવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું માહાભ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org