________________
સમર્પણ
પરમ પૂજ્ય બાપુજીએ સોભાગભાઈ તેમ જ પરમકૃપાળુદેવના આધ્યાત્મિક સંબંધનો લક્ષ કરાવ્યો. ભવ્ય શ્રી સોભાગભાઈના દિવ્ય આત્મિક ગુણોની ઓળખ આપીને સમજાવ્યું કે પરમકૃપાળુદેવના અંતઃકરણમાં સૌભાગ્યભાઈનું અનન્ય સ્થાન હતું. પરમ પૂજય બાપુજીના હૃયમાં એવો ભાવ હતો કે, શ્રી સોભાગભાઈ થકી જગતને પરમકૃપાળુદેવનો સમ્યક્ પરિચય થાય.
અંતર્મુખ અવલોકન કરવાનો જે માર્ગ પરમકપાળુદેવને સોભાગભાઈ થકી મૃત થયો તે માર્ગ સાયલામાં જ્ઞાનીની પરંપરાએ જીવંત રહ્યો. ૫.પૂ. બાપુજીનો આશ્રય પ્રાપ્ત થતાં આજે પણ મુમુક્ષુઓ તે ગુરુગમ જ્ઞાન સાધના દ્વારા ઉત્તમ પુરુષાર્થ સાધી રહેલ છે.
સદ્દગુરુદેવ પરમ પૂજ્ય બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) થકી જડ ચૈતન્યના ભેદજ્ઞાનનો પુરુષાર્થ જાગ્રત થયો તેથી અપૂર્વ ભક્તિ ભાવની સંવેદના સાથે ઋણ સ્વીકાર કરતાં આ પુસ્તક “સહજાત્મ સ્વરૂપ પરમકૃપાળુદેવના ભક્તશિરોમણિ દયસખા શ્રી સૌભાગ્ય” તેઓના ચરણારવિંદમાં સમર્પિત કરતાં અને અત્યંત ધન્યતા અનુભવીએ છીએ.
“સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.”
VIII
સમર્પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org