________________
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે તીર્થકરની સ્તવના કરતાં ઉલ્લેખ કરેલ છે કે વિવિધ પ્રકારની પૂજા શ્રીમદ્ આનંદઘનજીમહારાજસાહેબે “શ્રી સુવિધિનાથ સ્વામીની સ્તવના કરતાં વર્ણવી છે. તો તેનો વિચાર થઈ શકે તે માટે તે સ્તવન જ આખું અહીં મૂકવામાં આવ્યું છે.
“શ્રી સુવિધિનાથ સ્વામી” સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂજી જે રે. -૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અભિગમ સાચવતાં, એકમના ધરિ થઈએ રે. -ર કુસુમ અક્ષત વરવાસ સુગંધો, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરુ મુખ આગમ ભાખી રે. -૩ એહનું ફલ દોય ભેદ સુણી જે, અનંતર ને પરંપર રે, આણા પાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. -૪ ફૂલ અક્ષતવર ધૂપ પઇવો, ગંધ નૈવેદ્ય ફલ જલભરી રે, અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. -૫ સત્તર ભેદ, એકવીસ પ્રકારે, અઠ્ઠોતર શત ભેદે રે, ભાવપૂજા બહુવિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે. -૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે. -૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે, ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણી રે. -૮
જૈન માર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોકાશાને થયે સુમારે ચાર સો વર્ષ થયાં છે. પણ તે ઢુંઢીયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ લખાયા નથી ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે. મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે, એમ જાણીને કે મારું કલ્યાણ થશે... એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે, ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાંખે છે ! જુઓ કેટલું બધું અજ્ઞાન ! કંઈ વિચાર જ ન આવે ! (ઉ.છા.-પા.-૭૦૫ શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક)
– (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આધારે)
૩૭
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org