________________
દાખવે છે. શ્રી સૌભાગ્યભાઈ પોતાની શારીરિક અસ્વસ્થતા તરફ લક્ષ ન દેતાં માત્ર પોતાના આત્માની ફિકર કરે છે. સત્પરુષ શ્રીમદ્જીના વચન પર અનન્ય શ્રદ્ધા રાખી તેઓ જ્યાં જવા આજ્ઞા આપે ત્યાં જવા શ્રી સૌભાગ્યભાઈ તત્પર છે. પત્રાંક-૩૯માં આગળ લખતાં આત્મસિદ્ધિ શાસ્ત્ર-ગ્રંથ વિષેનો અહોભાવ વ્યક્ત કરતાં શ્રી સૌભાગ્યભાઈ જણાવે છે કે, “જો આ ગ્રંથ ન મળ્યો હોત તો જીવવું અશક્ય લાગત !” શ્રી સૌભાગ્યભાઈને આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચ્યા પછી પ્રશ્ન પૂછવાની ઈચ્છા પણ રહેતી નથી તે પરથી સૌભાગ્યભાઈની આંતરિક સૂઝ તેમ જ જ્ઞાનના ક્ષયોપશમનો ખ્યાલ આવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વયં સંપૂર્ણ શાસ્ત્ર છે અને તેમાં છએ દર્શનનો સાર આવી જાય છે.
પત્રના અંતે શ્રી સૌભાગ્યભાઈ જે લખે છે તે વારંવાર વાંચી, વિચાર કરવા યોગ્ય છે. કોઈ પૂછે કે તમારો ધર્મ કયો - માર્ગ કયો ? સહજપણે જૈન ધર્મ કે પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જવાબ અપાય. ત્યારે વાડા અને સંપ્રદાયથી મુક્ત શ્રી સૌભાગ્યભાઈ જવાબ આપે છે કે, અમારો માર્ગ એ આત્મસિદ્ધિનો માર્ગ છે. શ્રી સૌભાગ્યભાઈ આવો જવાબ ત્યારે આપી શક્યા કારણ એમણે આત્મસિદ્ધિ માત્ર વાંચેલી કે મુખપાઠ કરેલ ન હતી પણ તેઓએ તે આત્મસિદ્ધિનાં આ છ પદ તથા છ દર્શનના અર્થ-પરમાર્થને સમજી અનેકાન્તવાદ રીતે ગ્રહણ કરી અને પચાવી હતી. આવા શ્રી સૌભાગ્યભાઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત થતાં દેહમાં નહિ પણ આત્મામાં જીવે છે અને મૃત્યુ માટે તૈયાર છે.
આત્મસિદ્ધિનો માર્ગ એટલે આત્માને સિદ્ધ કરવાનો માર્ગ - આત્માને ઓળખવાનો માર્ગ –આત્માનો અનુભવ કરવાનો માર્ગ – આત્માને સિદ્ધ સમ ભગવાન બનાવવાનો માર્ગ દુર્લભ બોધિપણાથી વ્યાપ્ત એવા આ દુષમ કાળમાં ગુજરાતી ભાષામાં આવું અદ્ભુત સર્જન એ ખરેખર તો શ્રી સૌભાગ્યથી જાગેલું મુમુક્ષુનું સદ્ભાગ્ય છે.
શ્રી સૌભાગ્યભાઈ વારંવાર સત્સમાગમ અર્થે સાયલા પધારવા લખતા. તેના જવાબમાં પરમકૃપાળુદેવ તેમના મોરબીથી લખાયેલ માહ સુદ દશમ, શુક્ર, ૧૯૫૩ના પત્રમાં જણાવે છે કે, “અત્રે થોડાક દિવસ પર્યત સ્થિતિ થવી સંભવે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે.” (પત્રાંક : ૭૪૧)
૬૫
... દયસખા શ્રી સૌભાગ્ય
S For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org