________________
આત્મસિદ્ધિશાસ્ત્ર' વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રી અચળ વગેરેને યથા.
પત્રાંક - ૩૪
સંવત ૧૯૫૩ના કારતક સુદ ૧૨ પૂજ્યારાધે સર્વે મેતા શ્રી ૫. રવજીભાઈ પંચાણ શ્રી વવાણિયા બંદર (આ કાગળ સાહેબજીને આપજો)
આપનું કીરપા (કૃપા) પd (પત્ર) પોંચુ (પહોંચ્યું) સમાચાર લખ્યા તે જાણ્યા. હવે માતુશ્રીને સારી પેઠે સુખવર્તી સમાચાર લખશો. જીજીબેન તથા તેની દેરાણીજેઠાણી સાથે આજ પાલીતાણા જાત્રાએ ગયાં છે. મને દન (દિવસ) – ૨ થયા જરા ઠીક જેવું વર્તાય છે. આપ સાહેબને વવાણિયામાં સ્થિરતા કાં (ક્યાં) સુધી છે ? અને ને જારે (જ્યારે) માંથી (ત્યાંથી) ચાલવું (નીકળવાનું) થાય તારે (ત્યારે) મહેરબાની કરી આંહી ઊતરવું. આપને કાંઈ જાતની ઉપાધિ થાવા દેશું નહીં, મરજી પ્રમાણે સ્થિરતા કરજો. પણ સર્વે કુટુંબના માણસને ઘણી દરશનની (દર્શનની) તાણ રે (રહે) છે. વખતે આપ મુંબઈ હો ને મને તેવી જ કસર હોય તો આપ પધારો એવી કીરપા (કૃપા) છે. હમણે વવાણિયામાં રોકાવું હોય તો હમણાં કિરપા કરશો. વધારે શું લખું? એ જ વિનંતી. ગો. ડુંગરનું પાયલાગણું વાંચજો.
સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
પત્રાંક - ૩૫
સંવત ૧૯૫૩ના કારતક વદ ૪, મંગળવાર પૂ. મેતા શ્રી પ. રવજીભાઈ પંચાણ, સાહેબજીને આપશો. શ્રી વવાણિયા બંદર.
આપનું કીરપા (કૃપા) પત્તે (પત્ર) ગઈકાલે આવ્યું તે પોચું (પહોંચ્યું) મને તાવ દન (દિવસ) ૩ થયાં ઊતરી ગયો છે. સારી પેઠે સુવાણ છે. અઠવાડિયા સુધી તો તા (ત્યાં) રોકાન (રોકાણ) થાશે હવે કુટુંબવાળા વગેરેને આપનાં દરશનની (દર્શનની) ઘણી જ ચાયત (ઇચ્છા) છે. અને તેથી વારંવાર આપને લખું છું કે મુંબઈ પધારો તારે (ત્યારે) આહીં થઈને પધારવું. આપની મરજી પ્રમાણે સ્થિરતા કરજો . કોઈ જાતની ઉપાધિ થાય તેમ કરશું નહીં. માટે કીરપા (કૃપા) કરી આંહી આવવાનો જવાબ લખશો. ચિ. મણીલાલ આહી છે. તેને મુંબાઈ જાવું છે. તે આપ સાથે શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન
૧૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org