________________
પ્રકરણ - ૯
પ્રેરક પ્રસંગો (પ..દેવની આંતરિક પ્રજ્ઞાની ખાતરી કરાવતા પ્રસંગો)
પરમકૃપાળુદેવના જીવનમાં એવા કેટલાક યાદગાર પ્રસંગો બનેલા છે કે જે મુમુક્ષુજનોને પ્રેરણાનાં પાન કરાવે તેવા છે. આપણે તો માત્ર પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથેના પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરીએ છીએ.
પ્રસંગ-૧ ખંભાતવાળા પૂજય છોટાલાલભાઈ માણેકચંદ દ્વારા આ પ્રસંગ કહેવામાં આવેલ છે જે પુસ્તક “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ સંજીવની)”માંથી અત્રે લખેલ છે.
શ્રી પરમકૃપાળુદેવ સંવત ૧૯૪૮માં આસો માસમાં ખંભાત પધાર્યા હતા અને મારા મકાન પર પધાર્યા હતા. આઠ દિવસ સુધીની સ્થિરતા કરી હતી. અમારા દરેક ઓરડામાં માણસો ભરાઈ ગયા હતા. ઘણા જ માણસો સમાગમ અર્થે આવતા હતા. કેટલાક માણસો પ્રશ્ન પૂછવા ધારીને આવેલ હોય તેવામાં તો કૃપાળુશ્રીનો બોધ ચાલતો હોય તેમાં સર્વ માણસોના સર્વ પ્રશ્નનું સમાધાન આવી જતું હતું અને આવેલા માણસો આશ્ચર્ય પામતા હતા કે અમો આ પ્રશ્ન પૂછવા ધારીને આવેલા અને તે તો તેમના ઉપદેશમાં પ્રશ્નોનું સમાધાન આવી ગયું જાણે કે અમારા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં જ આવી ગયા ન હોય ! ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઈ જતાં સંવત ૧૯૫૧ના આસોમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી ઉપદેશ ધ્વનિ ચાલતો તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઈ જતા અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃતો સાંભળ્યા જ કરીએ.
ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમો બધા પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા-લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે, પણ અમે ભયભીત થઈ
પ્રેરક પ્રસંગો
૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org