________________
(વારસ અહો ! મહાવીરના
વીતરાગ પ્રભુ મહાવીરના વારસદાર, તેઓના અંતેવાસી શિષ્ય, અર્વાચીન કાળના યુગપ્રવર્તક મહાપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાને આપેલા બોધની પુનઃ પ્રભાવના કરી. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એમનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો.
શ્રીમદજીને ભગવાન મહાવીરના વીતરાગ માર્ગનો અનન્ય નિશ્ચય બાલ્યકાળથી જ હતો. શ્રીમદ્જી વીતરાગ દર્શનના સાચા અનુયાયી, પ્રરૂપક અને પ્રણેતા હતા. જૈનદર્શન પ્રત્યેના અવિચળ અખંડ શ્રદ્ધાનનો ઉલ્લેખ કરતાં અનેક વચનો શ્રીમદ્જીના સાહિત્યમાં મળી આવે છે.
સર્વદર્શનની શૈલીનો વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ-દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું વિશેષ માનવા યોગ્ય છે.” (પત્રાંક : ૪૦)
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કરી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, શુદ્ધ સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! (પત્રાંક : પર)
વારસ અહો મહાવીરના
II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org