________________
આ કવિતનો અર્થ પણ પરમકૃપાળુદેવે સ્વહસ્તે લખેલ છે અને પરમ પુરુષની અભુત દશાનો અદ્દભુત બોધ પ્રકાશી શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈને સર્વથા નિર્વિકલ્પપણું અને અસંગપણું જ રાખવાનો મહાન અંતિમ બોધ કરે છે. પરમકૃપાળુદેવ આ પત્રમાં જ લખે છે કે, “કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્પરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે.” આમ લખી પરમકૃપાળુદેવ પોતાના પરમસખા શ્રી સૌભાગ્યભાઈને જે શિખામણ આપે છે તે સૌ મુમુક્ષુજન માટે પણ એટલી જ ઉપયોગી છે. જુઓ પરમકૃપાળુદેવ લખે છે કે, “વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈપણ જીવ વિષેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમપુરૂષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને સમાવ્યો છે, તો પણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે.” આમ આ વાક્યો દ્વારા પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને કંઈ પણ વિકલ્પ ન રાખતાં નિર્વિકલ્પ દશા પ્રગટાવવા કહેલ છે. આ દશાને ઘણે અંશે પ્રાપ્ત કરી છે એમ પણ પરમકૃપાળુદેવ નોંધે છે. જો કે આ બાબતમાં શ્રી સૌભાગ્યભાઈએ વિકલ્પને સમાવેલ છે તો પણ પરમકૃપાળુદેવ તે નિશ્ચયના બળવાનપણાને અર્થે આ અનુરોધ કરે છે. આમ શ્રી સૌભાગ્યભાઈની દશા કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી તે સ્પષ્ટ થાય છે. આ જ પત્રમાં આગળ લખતાં શ્રીમદ્જી સમ્યગુદર્શન અને સમ્મચારિત્રની યથાર્થ વ્યાખ્યા કરતાં લખે છે કે, “સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે, અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ-જરા-મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.”
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
pers X
e
Use Only
Jain Education International
For Personeetate Use Only
www.jainelibrary.org