________________
લીંબડીમાં સાસુજી કાગને ડોળે વહુની રાહ જોતાં હતાં. સાત વાગ્યા-સાડા સાત થયા હજુ વહુ સાયલાથી આવ્યાં નહિ. હવે શું થશે ? ભેસને કોણ દોહશે એની ચિંતા અનુભવતાં હતાં, ત્યાં તો આઠ વાગ્યે દેવુબા ઉજમબા સાથે આવ્યાં. ભેંસને દોહી અને એક કલાક પછી દેવુબાએ પુત્રને જન્મ આપ્યો.
સવારે ઉજમબા પરત સાયલા આવ્યાં. બધી વાત કરી ત્યારે સૌ પ્રભુનો આભાર વ્યક્ત કરવા લાગ્યા. પરમકૃપાળુદેવનો કેવો અનુગ્રહ ! શ્રી સૌભાગ્યભાઈની કેવી ભક્તિ !
બીજો પ્રસંગ શ્રી સૌભાગ્યભાઈના બે પુત્રોમાંના એક મણિલાલ જ્યારે માતાના ગર્ભમાં જ હતા ત્યારે જ શ્રી સૌભાગ્યભાઈએ તેમના મિત્રને કહ્યું કે મારે ત્યાં પુત્ર અવતરશે તો તારી પુત્રી મોંઘી સાથે તેનું સગપણ નક્કી. આથી જ્યારે મણિલાલ ૧૫ વર્ષના થયા ત્યારે ૧૬ વર્ષના મોંઘીબેન સાથે લગ્ન કરવું પડ્યું. પોતાના પત્ની પોતાથી મોટી ઉંમરના અને મજબૂત બાંધાના હોવાથી પાંચ દિવસ પછી આણું વાળતા, પોતાનો અણગમો વ્યક્ત કરવા, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ હાજર હતા છતાં તેઓ બાજુના ઓરડામાં જઈ અંદરથી સાંકળી વાસી બેસી ગયા. મણિલાલનો ગુસ્સો બહુ જ ખરાબ હતો તેથી તે કાંઈ કરી ન બેસે તેવા ઉચાટમાં પરિવારજનો ચિંતામાં પડી ગયા. થોડો સમય પછી પરમકૃપાળુદેવ બોલ્યા કે, “હે સૌભાગ્યભાઈ તમારા મણિલાલને કશું જ નહિ થાય અને જો કંઈ થશે તો અત્યારે જ બીજો મણિ હાજર કરીશું.”
આ વચનો સાંભળતાં જ શ્રી સૌભાગ્યભાઈ ઉત્સાહમાં આવી ગયા અને બોલ્યા કે, “હવે કોઈ ફિકર કરશો મા. ભગવાને કહ્યું છે મણિને કંઈ નહિ થાય.” તેથી બધાનો ઉચાટ મટી ગયો. અડધા કલાક બાદ મણિલાલ દરવાજો ઉઘાડ્યો અને પરમકૃપાળુદેવના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યો. કેવી અતૂટ શ્રદ્ધા હતી ભગવાનનાં વચનોમાં તે આ પ્રસંગો ઉપરથી ફલિત થાય છે.
શ્રી સૌભાગ્યભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રતનબા સાથેનો પ્રસંગ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને તેમના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ સાયલામાં તેમના ઘેર વાતો કરતા બેઠા હતા તે વખતે શ્રી સૌભાગ્યભાઈનાં ધર્મપત્ની સામાયિક કરવા માટે પાથરણું લઈ ઉપાશ્રય જવા નીકળ્યાં તે વખતે તેઓએ
પ્રેરક પ્રસંગો
૮૬
Jain Education International
For Personalrivate Use Only
www.jainelibrary.org