________________
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુ આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક, દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી.
પત્રાંક - ૧૫
સંવત ૧૯૫૧ના ફાગણ વદ ૧૦
સંખાતા (સંખ્યાતા) અશંખતા (અસંખ્યાતા) અનંતા એ શું સમજવું? અસંખ્યાતા અને અનંતામાં ફેર શું ? અનંતા એમ કહ્યું અને સમજણ ગુપ્ત રીતે કાંઈ સમજવા જેવી હોય તેમ જણાય છે.
જીવના અશંખતા પરદેશ (પ્રદેશ) કહ્યા ત્યારે તેણે (ત્રણે) લોકમાં ચેતનાના પરદેશ (પ્રદેશ) કેટલા જાણવા ? અસંખાતા કેવા જોએ (જોઈએ) જીવ અનંતના ભોગ લખીએ તો અનંતા થાય ?
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org