________________
સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામિકો કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.
શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત' છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ. પત્રક - પપ
સંવત ૧૫૩ના જેઠ વદી ૩, ગુરુવાર “અહો અહો શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.
૨૦૨
દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org