________________
ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે.
જ્યાં સુધી ચિત્તમાં બીજા ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જયાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય.
ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમ કે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવાં લક્ષણ તે લક્ષણ છે. ૬
(૩) પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઇચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે; અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના
૩૫
. હદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org