________________
શ્રી સૌભાગ્યભાઈ :- હા ! સાહેબજી કહે છે એમ જ છે. શ્રી મણિલાલ :- ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ
ઉપદેશ કર્યો હતો. શ્રી સૌભાગ્યભાઈ :- ડુંગરભાઈ ! છોકરાઓને આ વાત કરોને? શ્રી ડુંગરભાઈ :- હા, અઠ્ઠાણું પુત્રો શ્રી ઋષભદેવ ભગવાન પાસે ગયા હતા.
મોક્ષ માંગવા નહીં પણ રાજ માંગવા માટે. તેઓ કહે આ ભરત અમને હેરાન કરે છે, એને કાંઈ કહો. તે અમારા રાજ ભોગવવા દેતો નથી, કહે છે મારું ચક્રવર્તીપણું સ્વીકારો. તો પછી અમે સ્વતંત્ર રાજા શેના? ત્યારે ભગવાને કહેલું કે આ દેહ પડશે ત્યારે આ જમીન સાથે આવશે ? બધાં કહે કે ના. ત્યારે રાજ સાથે આવશે ? બધા કહે ના. તો પછી આ કાયમ જે સાથે આવે એવું રાજ તમને આપું એ લો ને ! તમને કાયમ રહેનારું મોક્ષનું સુખ આપું એ સ્વીકારોને ! જે સુખ કરતાં આ દુનિયામાં મોટું સુખ નથી અને એ સુખ આવ્યા પછી જાય નહીં એમ શ્રી ઋષભદેવ ભગવાને કહ્યું એટલે અઠ્ઠાણું પુત્રો એમના શિષ્ય થઈ ગયા. તેમણે મોક્ષની
આરાધના શરૂ કરી દીધી અને એ જ ભવે મોક્ષે ગયા. શ્રી મણિલાલ - પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. શ્રી ડુંગરભાઈ :- જુઓ, રાજા કે રાણીનું મરણ થાય ત્યારે એની પાછળ ગરુડ
પુરાણ બેસાડવાની પરંપરા છે. એ ગરુડ પુરાણ સતત સાત દિવસ વંચાય. એ કથામાં પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ
જ ઉપદેશ કર્યો હતો. શ્રી રતનબા - શ્રી શુકદેવજીએ શો ઉપદેશ કર્યો હતો? શ્રી ડુંગરભાઈ :- હે પરીક્ષિત રાજા હવે તારું મૃત્યુ આંગણામાં આવી ગયું છે.
પરીક્ષિત રાજા કહે. શું બોલો છો ? શુકદેવજીએ કહ્યું “હા.” પરીક્ષિત રાજાએ કહ્યું કે, ક્યારે આવશે તે કહોને ભગવાન ? સાત દિવસ બાદ તક્ષક નામનો સર્પ તને કરડશે અને મૃત્યુ થશે. તો પરીક્ષિત રાજા નાચ્યા. રાજી થયા કે હજી સાત
દિવસ બાકી છે ને ? તો શુકદેવજી કહે “હા.” પરીક્ષિત જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી
૨૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org