________________
પત્રાંક - ૩૮
સંવત ૧૯૫૩ના પોષ સુદી ૩, બુધવાર
પરમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી, મુ. વવાણિયા બંદર.
શ્રી સાયલેથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના નમસ્કાર વાંચશો.
આપનો કૃપા પત્ર પોષ સુદ ૧ નો લખેલો આવ્યો તે પહોંચ્યો, સમાચાર જાણ્યા. આપનો વિચાર કદી એમ હોય કે મુંબાઈ જવાનું થાશે ત્યારે સાયલે થઈ જઈશ. પણ મુંબાઈ જવાનું ક્યારે થાશે એનું નીમ (નિયમ) બંધાય તેમ નથી. વળી હાલમાં નિવૃત્તિ જેવું છે. તો હમણાં જ અહીં આવવાનું કરો તો નિરાંતે પાંચ દિવસ રહેવાનું થાય. વળી આંહી આપને ઉપાધિ થાય તેમ ઘણું કરી થવા દેશું નહીં. અને આપની મરજી પ્રમાણે થીરતા કરજો. પણ હવે જેમ તેમ તરત આંહી પધારવાનું કરશો. આપ અહીં પધારાથી (પધારવાથી) એક દિવસ રેવાની (રહેવાની) મરજી હશે તો નિવૃત્તિ દેખી પાંચ દિવસ રેશો (રહેશો) એમ અમારે કરવું છે. ગોળિયો તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોસળિયાએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠે થયા છે. બાકીના થોડે થોડે કરું છું. રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. આની ટીકા અરથ (અર્થ) આપે જે કરેલ છે તે ટીકા અરથ (અર્થ) મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કૃપા કરશો. મારી તબિયત જેમ છે તેમ ને તેમ છે. રાત્રે જીણો તાવ આવે છે. આંખે ઝંખાશ થોડે થોડે વધારે વર્તાતી જાય છે. આ કાગળ પણ માંડ માંડ લખાણો છે. કરપા (કૃપા) કરી તરત પધા૨શો. અને દરશનનો લાભ આપશો એ જ વિનંતી. મારા વતી શ્રી રવજીભાઈ વિગેરેને યથારથ કહેજો. દન ૨ પહેલાં હૂંડી રૂા. ૭૦૦)ની ત્રંબકે રેવાશંકરભાઈને બીડી છે તે સહેજ જાણવા લખું છું. ગોિિળયાના નમસ્કાર વાંચશો.
લિ. સેવક સોભાગ.
Jain Education International
પત્રાંક - ૩૯
સંવત ૧૯૫૩ના પોષ વદી ૧૦, ગુરુવાર
પ્રેમપુંજ તરણતારણ પરમાત્માદેવ બોધસ્વરૂપ સાહેબજી શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી કરુણાસીંધુ અપાર, મુ. વવાણિયા બંદર.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
For Personal & Private Use Only
૧૮૧
www.jainelibrary.org