________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૩
ત્રીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે - શત્રુનો ઘાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામનો ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઈચ્છા ઈત્યાદિ દુર્ધ્યાન કર્યું હોય, “બળદોને દમન કરો, ખેતર ખેડો, ઘોડાઓને કેળવો, ગાડાં હાંકો” ઈત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢંઢણઋષિનો જીવ જે પૂર્વભવે પુરોહિત હતો, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળ વડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દોઢ હજાર` પ્રાણીઓને ભોજનનો અંતરાય થયો હતો, તે પાપની આલોચના કરી નહીં, તેથી મુનિના ભવમાં તેમને છ મહિને નિર્દોષ આહાર મળ્યો હતો.
હળ, યંત્ર, ઉખળ (ખાંડણીયો), મુશલ (સાંબેલું), ઘંટી, ઘાણી વગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જધન્યે એક ઉપવાસ અને દર્પથી કરે તો દશ ઉપવાસ. કામણ, વશીકરણ વગેરે કરવાથી દશ ઉપવાસ. સરોવર, દ્રહ, તળાવ વગેરે જળાશયોનું શોષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દસ ઉપવાસ. કોઈ સ્થાનકે એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે.
પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તો એક ઉપવાસ ગંઠિ સહિત, સામાયિકનો ભંગ થયો હોય તો એક નીવિ, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તો એક પુરિમઢ, સામાયિકમાં બાદર અપ્લાય, પૃથ્વીકાય અને તેજસ્કાયનો સ્પર્શ થાય તો એક આયંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રનો સ્પર્શ થાય તો એક પુરિમâ, લીલાં તૃણાદિક તથા બીજાદિકનું મર્દન કરે તો એક આયંબિલ, પુરુષને સ્ત્રીનો સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તો એક આયંબિલ, આંતરાપૂર્વક સ્પર્શ થાય તો એક નીવિ, તેમના વસ્ત્ર વગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમઢ, સૂતાં સૂતાં રાજકથા કરે તો એક પુરિમઢ, સાધુને સ્રીનો સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમઢ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આયંબિલ, સર્વ અંગનો સ્પર્શ થયો હોય તો દશ ઉપવાસની આલોયણ આવે છે. સાવઘસૂરિએ સાધ્વીના વસ્ત્રનો સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહીં, તેથી તે અનન્ત દુઃખ પામ્યા, માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપ વડે તે કર્મથી નિવૃત્તિ થાય.
દેશાવકાશિક નામના દશમા વ્રતનો ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આયંબિલની આલોયણા આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું.
અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહિ તો એક ઉપવાસ અને અતિચાર લાગે તો એક આયંબિલ. તેમજ આવસ્તી નિસ્સિહી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસ્રવણની ભૂમિને ન પ્રમાર્જે, પ્રમાર્યા વિના કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંધ કરે, શરીરને પ્રમાર્ષ્યા વિના ખંજવાળે, ભીંત પૂંજ્યા વિના તેને
૧. પાંચસે હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો.
ઉ.ભા.-૫-૩