________________
૧૪૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥२॥ ભાવાર્થ:- “પ્રાણીઓ પોતપોતાના કર્મના ઉદયથી શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થયે સતે પોતપોતાના કર્મના ફળને જ ભોગવે છે. એમ ધારીને સમાન ચિત્તવૃત્તિ ધારક માધ્યસ્થ ગુણધારી માણસ તે શુભાશુભ કર્મના ઉદયમાં રાગ કે દ્વેષને ધારણ કરતા નથી.”
मनः स्याद्वयापृतं यावत्, परदोषगुणग्रहे।
कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥३॥ ભાવાર્થ - “જ્યારે મન પરના દોષ અથવા ગુણને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય, ત્યારે મધ્યસ્થ પુરુષે તે મનને આત્મભાવનામાં સારી રીતે વ્યગ્ર કરવું-રોકી રાખવું તે જ શ્રેષ્ઠ છે.”
આ શ્લોક કરીને – “અમૂર્ત એવા આત્માના અગુરુલઘુપણું, ષટ્ ગુણ હાનિ વૃદ્ધિએ પરિણમન અને ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય વગેરે લક્ષણવાળા સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર થયેલા પ્રાણીને સંસારના ગુણદોષનું ચિંતન કરવાનો અવકાશ જ મળતો નથી; તેથી કરીને નિગ્રંથ મુનિઓ તેનું જ ચિંતન કરે છે, ભાવનાચક્રને ભાવે છે, દ્રવ્યાનુયોગ ગ્રન્થના પ્રશ્નો કરે છે અને પરસ્પર સ્વભાવ વિભાવના પરિણમનનું અવલોકન કરે છે ઈત્યાદિ સૂચિત થાય છે.” વળી
विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव ।
मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥४॥ ભાવાર્થ:- “નદીઓને સમુદ્ર પ્રત્યે મળવાના અનેક જુદા જુદા માર્ગો હોય છે, તેમ મધ્યસ્થ પુરુષો પણ અનેક માર્ગો વડે એક અક્ષય પરબ્રહ્મને પામે છે; અર્થાત્ દ્રવ્યાચરણથી આરંભીને શુકલધ્યાન સુધીના સર્વ સાધનો-માર્ગસાધનની પદ્ધતિઓ જુદી જુદી છતાં સમ્યક્દષ્ટિ અપુનબંધકથી માંડીને જિનકલ્પી વગેરે મધ્યસ્થ ભાવવર્તી જીવોને તે સર્વ એક પરબ્રહ્મને પમાડે છે; કેમકે સર્વ સાધનો-ઉપાયો એક શુદ્ધ આત્મસ્વરૂપમાં જ અવતરે છે અને તે સર્વનું મોક્ષ સાધન કરવું તે એક જ સાધ્ય છે.”
स्वगमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्यजामो, वा किं तु मध्यस्थया दृशा ॥५॥ ભાવાર્થ:- “અમે રાગમાત્રે કરીને જ જિનાગમનો આશ્રય કરતા નથી. એટલે કે અમારી કુળપરંપરાથી ચાલતો આવેલો ધર્મ આ છે, માટે અમારે તેનો જ આશ્રય કરવો જોઈએ એમ ધારીને તેનો આદર કરતા નથી, તેમજ કપિલાદિક પરશાસ્ત્ર પરકીય છે એવા ષમાત્રથી જ અમે તેનો ત્યાગ કરીએ છીએ તેમ નથી. પણ યથાર્થ વસ્તુ સ્વરૂપની પ્રરૂપણા વડે તે સમ્યજ્ઞાનનું કારણ છે. એમ મધ્યસ્થ દષ્ટિ વડે પરીક્ષા કરીને જ અમે તેનો આશ્રય કરીએ છીએ.” કહ્યું છે કે –